ગુજરાતમાં જનતા કર્ફ્યૂ જેવો માહોલ, પ્રજા કામ સિવાય બહાર નીકળતી નથી, રસ્તાઓ, બજારો સુમસામ ભાસી રહ્યા છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-23 15:25:49
  • Views : 294
  • Modified Date : 2021-04-23 15:25:49

    ગુજરાતમાં એક ભયંકર ડરનો માહોલ સર્જાયો છે. વધતા જતાં કોરોનાના કહેર અને મેડિકલ ઇમરજન્સી જેવી સ્થિતિથી પ્રજા પણ ફફડી ઉઠી છે, પરિણામે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના શહેરો હોય કે નાના ગામ બધે જનતા કર્ફ્યૂ જેવી પરિસ્થિતિ જોવા મળે છે, જનતા પણ કામ સિવાય બહાર નીકળતી નથી, એટલું જ નહીં માસ્ક અને ડિસ્ટનસિંગના સંપૂર્ણ પાલન સાથે પ્રજા પણ એકદમ એલર્ટ બની ગઈ છે. તે જોતા કોરોનાની ચેન તોડવામાં બહુ લાંબો સમય લાગે તેમ નથી..

    ગુજરાતમાં રોજેરોજ વધતા જતા કોરોનાના કેસોની સાથે ઓક્સિજનની અછત, હોસ્પિટલમાં બેડની અછત અને દવા ઇન્જેક્શનની પણ હાડમારી ઉભી થઇ રહી છે. કોરોનાના કેસોની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ડોક્ટરો પણ વારંવાર પ્રજાને એલર્ટ રહેવા સમજાવી રહ્યા છે. જેથી પ્રજા પણ એકદમ જાગૃત થઇ ગઇ છે. ગુજરાતના શહેરો કે ગામડામાં હાલ પરિસ્થિતિ જુઓ તો એકલદોકલ લોકો જ બહાર ફરતા જોવા મળે છે. ખરીદી કરવાથી માંડીને ધંધા રોજગાર કરનારા પણ ચોક્કસ સમય માટે જ કામકાજ કરી ને ઘરભેગા થઈ જાય છે.

    શહેરના રસ્તાઓ, બજારો અને ચાર રસ્તાઓ પણ દિવસ દરમિયાન ભેંકાર ભાસી રહ્યા છે. જનતાની આ જાગૃતિના કારણે જાણે આખા ગુજરાતમાં જનતા કર્ફ્યૂ હોય તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. ખાસ કરીને બાળકો અને વૃધ્ધો પણ ઘરની બહાર નીકળતા નથી. મહિલાઓ અને યુવાનો પણ માત્ર ઘરના કામ પૂરતા જ બહાર નીકળે છે. તે દરમિયાન પણ માસ્ક, ડિસ્ટન્સિંગ અને સેનેટાઈઝર સાથે સંપૂર્ણ એલર્ટ છે, સાથે સાથે ઘરમાં કોઈ સામાન્ય બીમારી પણ આવે તો તત્કાળ સારવાર કરવા લાગે છે. તેમાં પણ ઘરના ઉપચાર કરીને બીમારીને ફેલાતી અટકાવી રહ્યા છે.


Download Our B K News Today App



Related News