ભારતમાલા રોડના કોન્ટ્રાક્ટર દ્વારા ખેડૂતોને થતાં અન્યાય મામલે થરાદપ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામા આવ્યુ હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-12 11:35:46
  • Views : 230
  • Modified Date : 2022-01-12 11:35:46

 

દલિત અધિકાર મંચની ટીમ દ્વારા થરાદ તાલુકાના વાંતડાઉ ગામના ખેડૂતો જોડે અન્યાય થયેલ બાબતમાં જમીનમાં રહેલ પાકા મકાનો , વૃક્ષો તેમજ હાલ ખેતરમાં ઉભેલા પાકનું યોગ્ય વળતર ચુકવવામાં આવ્યું નથી ખેડૂતોને કરવામાં આવી રહેલા અન્યાયના મુદ્દે થરાદ પ્રાંત અધિકારી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું NHAI તથા સ્થાનિક પ્રશાસન દ્વારા તેમના ખેડૂતોના મકાનો જબરદસ્તી પાડવામાં આવી રહ્યા છે , જેને લઇ ખેડૂતોની બસ એટલી જ માંગ છે કે એમને પૂરેપૂરું વળતર આપવામાં આવે તેમજ એમની જમીનમાં રોડ પડવાથી જે બે ટુકડા થયા છે તો એક ખેતરથી બીજા ખેતરમાં જવા માટે સર્વિસ રોડ બનાવી આપવામાં આવે તથા એક ખેતરથી બીજા ખેતરમાં ટ્રેકટર ટ્રોલીથી ઘાસચારો લઇ જવા માટે અંડરબ્રિજની હાઈટ ખેડૂતોને સાંભળીને નક્કી કરવામાં આવે કારણ કે રોડ બની જરો પણ પણ ખેડૂતોને કાયમી માટે તકલીફ ઉભી થઈ જશે . ટ્રેક્ટર ઘાસ ભરીને ત્યાંથી નીકળતું હોય તો તે ભરેલું હોય તેની હાઈટ જે પ્રમાણે હોય એ જે હોય એ પ્રમાણે હાઈટ રાખવામાં આવે તેમજ ખેડૂતોને પણ યોગ્ય વળતર ચુકવવામાં આવે  આ તમામ મુદ્દે ખેડૂતો સાથે મળીને થરાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવેલ તેમજ જો NHAI દ્વારા યોગ્ય વળતર નહીં ચુકવવામાં આવે તો આ ખેડૂત વિરોધી સરકાર સામે આંદોલન કરવાની ફરજ પડશે .

Download Our B K News Today App



Related News