ભારતમાલા રોડ અંતર્ગત મિયાલ વાંતડાઉ વાઘાસણ ગામમાં પૂરતું વળતર આપ્યા વગર જ ઉભા પાકમાં જબરદસ્તી જ કામ કરવામાં આવે છે તેને લઇને ખેડૂતો દ્વારા આજે થરાદ પ્રાંત કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-06 12:40:06
  • Views : 368
  • Modified Date : 2021-10-06 12:40:06

 

થરાદ તાલુકાના મીયાલ વાંતાડાઉ વાઘાસણ અને મેસરા ગામના ખેડૂતો કે જેમણે વળતર સ્વીકારેલ નથી થતાં તેમના ઉભા પાકમાં મશીનો નાખીને પોલીસ સાથે રાખવી જબરદસ્તી કબજો લેવાની કોશિશ કરાઈ રહી છે તેવું ખેડૂતો જણાવવા મા આવ્યું હતું ખેડૂત દ્વારા તેવું કહેવામાં આવ્યું હતું કે તેમને વળતર એવોર્ડમાં વૃક્ષોની ગણતરી નહિવત અથવા બિલકુલ નથી કરવામાં આવી મિયાલ ગામની જંત્રી 2011 મુજબ 156 રૂપિયા હોવા છતાં 2020 માં પણ ચારેય ગામની સરખી 84 પ્રમાણે વળતર એવોર્ડ બનાવેલ છે તથા જમીન સાથે સંબંધિત બાંધકામ કુવા બોર ના વળતર ના રૂપિયા  કોઈ ને મળેલ નથી તેવું ખેડૂતો દ્વારા જણાવવા મા આવ્યું હતુ વગેરે મુદ્દા ને લઈને ખેડૂતો દ્વારા પ્રાંત કલેકટર ને આવેદન આપ્યું હતું

Download Our B K News Today App



Related News