બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારો રોકવા માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એસડીએમ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-22 12:01:00
  • Views : 282
  • Modified Date : 2021-10-22 12:01:00

 

ભારત દેશ સિવાય પણ અત્યારે બાંગ્લાદેશમાં હિંદુઓ  અલ્પસંખ્ય છે. બાંગ્લાદેશમાં નવરાત્રી દરમ્યાન હિંદુઓ પર અમાનુસી અત્યાચારો કરવામાં આવ્યા હતા. મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી. માતાજીની મૂર્તિઓને ખંડિત કરવામાં આવી હતી. બેન દીકરીઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. હિન્દુઓની હત્યા કરવામાં આવી રહી છે. તેમ છતાં પણ બાંગ્લાદેશની સરકાર આંખ આડા કાન કરી રહી છે. અત્યાચારોને રોકવાનું નામ નથી લેતી. ત્યારે તેના વિરોધમાં આજે વિશ્વહિન્દુ પરિષદ દ્વારા મહામુહિમ રાષ્ટ્રપતિ મહોદયને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. અને બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો પર ત્યાંની સરકાર તાત્કાલીક બંધ કરાવે અને ભારત સરકાર પણ અત્યાચારો અટકાવવા માટે બાંગ્લાદેશ પર દબાણ કરી હિંદુઓને રક્ષણ આપવામાં આવે તેવી માંગ સાથે ડીસા એસડીએમ નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

Download Our B K News Today App



Related News