બાયડ નગર પાલિકાના કર્મચારી દ્વારા સફાઈ કોન્ટ્રાક્ટર પાસેથી પૈસાની માંગણી કરવાનો આક્ષેપ લેખિત કરવામાં આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-07-20 16:23:18
  • Views : 65
  • Modified Date : 2024-07-20 16:23:18

અરવલ્લી જિલ્લાની બાયડ નગર પાલિકાના કર્મચારી દ્વારા સફાઈ કોન્ટ્રાક્ટર પાસેથી પૈસાની માંગણી કરવાનો આક્ષેપ લેખિત કરવામાં આવ્યો છે. સફાઈનો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીના બીલના ચુકવણી માટે 15 ટકા જેટલી રકમની માંગણી કરવામાં આવી હોવાનો પત્ર લખીને ફરિયાદ પાલિકા પ્રમુખને કરવામાં આવી છે. કર્મચારીએ કોન્ટ્રાક્ટરને કહ્યું કે, રિચાર્જ કરવામાં નહીં આવે તો, બીલની રકમ નહીં મળે.મોડાસાના કોન્ટ્રાક્ટર એએ પરમાર દ્વારા આ અંગેની લેખિત ફરિયાદ લખીને પાલિકા પ્રમુખને મોકલવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું થછે, કે કર્મચારી દ્વારા ચીફ ઓફિસરના નામે પૈસાની માંગણી કરવામાં આવી રહી છે. જેને લઈ આ મામલે સ્થાનિક આગેવાનોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત હાથ ધરી હતી. આ દરમિયાન જ હવે ચીફ ઓફિસરની પણ બદલી થઈ જતા રજૂઆતોને પગલે થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Download Our B K News Today App



Related News