ભરૂચ નજીક નર્મદા નદીનું જળસ્તર વધતા એલર્ટ અપાયુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-08-11 15:54:32
  • Views : 228
  • Modified Date : 2024-08-11 15:54:32

ઉપરવાસમાં ધોધમાર વરસાદના પગલે સરદાર સરોવર ડેમનું જળસ્તર વધતા નર્મદા નદી બેકાંઠે વહેવા લાગી છે. ભરૂચ નજીક નર્મદા નદીનું જળસ્તર વધતા એલર્ટ અપાયુ છે. ભરૂચના વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. નર્મદાના  કાંઠા વિસ્તારના ગામો અને લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ માછીમારોને નર્મદા નદીમાં માછીમારી ન કરવા આદેશ આપ્યો છે. નર્મદા ડેમની જળસપાટીમાં ઉત્તરોતર વધારો થયો છે.બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે. રાજ્યમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. 15 ઓગસ્ટ બાદ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા છે. અરબ સાગરની સિસ્ટમ પણ વરસાદ લાવે તેવી સંભાવના છે.

 

Download Our B K News Today App



Related News