બેંકોના ખાનગીકરણના વિરોધમાં પાલનપુર ખાતે બેંકના કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-17 13:20:20
  • Views : 207
  • Modified Date : 2021-12-17 13:20:20

બેંકોના ખાનગીકરણના વિરોધમાં પાલનપુર ખાતે બેંકના કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું.

ખાનગી હાથમાં બેંકો જશે તો દેશને થશે નુકશાન.

(પાલનપુર)

 

એક તરફ વિશ્વમાં આર્થિક રીતે લોકો બેહાલીનો સામનો કરી રહ્યા છે. આ સાથે કેન્દ્ર સરકાર વિવિધ યોજનાઓ અને તેના અમલીકરણની વાતો કરી બેંકોમાં ખાનગી રોકાણને અગ્રતા આપવાના મૂડમાં આગળ વધી રહી છે. જો બેંકોના વહીવટ અને માલિકીમાં પચાસ ટકા જેટલું રોકાણ ખાનગી એજન્સી દ્વારા થાય તો બેન્કોની અત્યાર સુધીની થાપણો અને અન્ય વ્યવસ્થાઓ ખાનગી કંપનીના હાથમાં જાય. આવું થાય તો ભવિષ્યમાં અનેક સમસ્યાઓ અને સવાલો સામે આવશે. આ બાબતની અનેક રજુઆત છતાં કેન્દ્ર સરકાર આ બાબતે ગંભીર નથી ત્યારે પોતાની વાત સરકાર સુધી પહોંચાડવા આંદોલનનો માર્ગ અપનાવવાનું જાણવા મળે છે. જેના ભાગ રૂપે આજ રોજ તારીખ સોળ અને સત્તર ડિસેમ્બરના રોજ બેંકોમાં હળતાલનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

ખાનગી કરણથી શું થાય?

ઓગણીસો એકાણું થી ખાનગી બેન્કોને માન્યતા મળવી શરૂ થઈ છે. 2013 સુધી જોઈએ તો ખાનગી બેંકો પૈકી ગ્લોબલ બેન્ક,સેંચ્યુરિયન બેંક, ટાઈમ્સ બેન્ક,બેન્ક ઓફ પંજાબ જેવી બેંકો બંધ થઈ છે.યશ બેંક, લક્ષ્મીવિલાસ બેન્ક અને ડીએચએફએલ અને આઈએલ એન્ડ એફએસ બેંક ફડચામાં ગઈ ત્યારે સહકારી બેન્કોએ એમને પુન:સ્થાપન માટે સહયોગ કર્યો હતો.બેંકો ફડચામાં ગઈ તેનું દેણું સાવ લાખ કરોડ કરતાં વધારે થવા જાય છે.આ સામે અત્યાર સુધીમાં 1300 કરોડનું ચુકવણું થયું છે. આ હાલત રહે તો થાપણ ઉપર જીવન નિર્વાહ કરતા વયસ્કો અને નાના રોકાણકારોને જ નુકસાનનો સામનો કરવાનું જણાય છે.

 

ખાનગી કરણનો વિરોધ શા માટે?

 

ખાનગી કરણ થાય તો દેશની જીડીપીના પંચોતેર ટકા જેટલી રકમ 1.56 કરોડ જેટલી થાય છે.અત્યાર સુધીમાં છ લાખ કરોડની ઉઘરાણી હજુ બાકી છે જે સ્થિતિ બેંકોના ફડચામાં જવાથી ઉભી થઇ છે.ખાનગી કરણ થાય તો બેંકોમાં નોકરીની જગ્યાઓ ઘટે,બેરોજગારી વધે અને લોકોની થાપણ ઉપર ઓછું વ્યાજ આપી મોડા ઉદ્યોગ ગૃહોને લોન આપી દેવાય એવું વારંવાર સામે આવે છે.આવા અનેક કારણોને લીધે કર્મચારીઓ દ્વારા ખાનગી કરણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Download Our B K News Today App



Related News