ગુજ્સીટોકના ગુનામાં લાજપોર જેલમાંથી વચગાળાના જામીન પર ફરાર થયેલો આરોપી ઝડપાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-12 13:12:11
  • Views : 104
  • Modified Date : 2023-06-12 13:12:11

 સુરતમાં પેરોલ, ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી ફરાર તથા જેલ ફરારી આરોપીઓને પકડવા માટે પોલીસની ટીમ કાર્યરત છે ત્યારે સુરત પોલીસે એક એક ફરાર આરોપીને ઝડપી લીધો છે. સુરતના ડીંડોલી પોલીસ મથકમાં નોંધાયેલા ગુજ્સીટોકના ગુનામાં લાજપોર જેલમાંથી વચગાળાના જામીન લઈને ફરાર થયેલા આરોપીને ડીંડોલી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેને ઝડપી પાડી ફરી લાજપોર જેલ હવાલે કર્યો છે.ડીંડોલી પોલીસ સ્ટેશનના ગુજસીટોકના ગુનામાં લાજપોર જેલમાં વર્ષ 2021થી સજા ભોગવતો આરોપી પીન્ટુ કુમાર ઉર્ફે રમેશભાઈ નંદુરબાર 13 મેથી 26 મે સુધી વચગાળાના જામીન પર હતો. 27 મેએ તેને લોજપોર જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે હાજર થવાના બદલે ફરાર થયો હતો. પોલીસને બાતમી મળી હતી કે આરોપી ડીંડોલી ખાતે આવેલ મધુરમ સર્કલ કેનાલ રોડ પાસે ઊભો છે. તેથી ડીંડોલી પોલીસે ટીમ બનાવી આરોપીને બાતમીની જગ્યાએથી ઝડપી પાડ્યો હતો. ડિંડોલી પોલીસે 38 વર્ષીય આરોપી પીન્ટુકુમાર ઉર્ફે રમેશભાઈ નંદુરબારની ધરપકડ કરી તેને ફરી લાજપોર જેલ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.સુરતમાં ક્રાઇમની ઘટનાઓ દિવસે દિવસે વધતી જ જઇ રહી છે. ચાર દિવસ પહેલા પણ સુરતમાં SOG ટીમે સ્ટાફ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે એક બાંગ્લાદેશી ઇસમ સુરતમાં રહે છે. આરોપી શખ્શ ભારતીય નાગરિક હોવાનું પ્રસ્થાપિત કરવા પોતાના નામના આધાર પુરાવા બનાવ્યા છે.બાતમીના આધારે SOG ટીમે આરોપી મોહમ્મદ સોહાગબાબુ મોહમ્મદ ઇસરાઈલ મુલ્લાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ત્રણ અલગ અલગ નામવાળા ભારતીય આધાર કાર્ડ, એક પાન કાર્ડ તથા એક ચુંટણી કાર્ડ અને બે મોબાઈલ ફોન મળી કુલ 40 હજારની મત્તા કબજે કરી હતી.પોલીસે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી વર્ષ 2017 માં બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશી રાંદેર વિસ્તારમાં રહેતો હતો. તે દરમ્યાન પોતાની ભારતીય ઓળખ પ્રસ્થાપિત કરવા પોતાના જન્મનો દાખલો બનાવડાવી તે આધારે પાન કાર્ડ, આધારકાર્ડ અને ચુંટણી કાર્ડ બનાવ્યું હતું. આ સમગ્ર મામલે આરોપી વિરુદ્ધમાં રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News