બાવળા – બગોદરા હાઈવે પર ટ્રક પાછળ છોટા હાથી ઘુસી જતા સર્જાયો અકસ્માત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-11 15:42:28
  • Views : 98
  • Modified Date : 2023-08-11 15:42:28

ઘટના અમદાવાદના બાવળા બગોદરા નજીક અકસ્માત સર્જાયો છે. બાવળા બગોદરા નજીક ટ્રક પાછળ છોટા હાથી ઘુસી જતા અકસ્માત સર્જાયો છે. જેમાં 10 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા છે. તેમજ અકસ્માતમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમજ અકસ્માતને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.મળતી માહિતી અનુસાર ટ્રક પાછળ છોટા હાથી ઘુસી જતા અકસ્માત સર્જાયો છે. પંચર પડેલો ટ્રક રોડ પર ઉભો રહ્યો હતો. છોટા હાથીની અંદર આગળ 3 લોકો અને પાછળ 10 લોકો બેઠા હતા. ચોટીલા દર્શન કરી પરત ઘરે જઈ રહ્યાં હતા. ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.જ્યારે 10 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલીક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 10 લોકોના મોતમાં 5 મહિલાઓ, 3 બાળકો અને 2 પુરુષોના મોત નિપજ્યા છે. મળતી માહિતી અનુસાર આ તમામ લોકો કપડવંજના સુણદા ગામના રહેવાસીઓ છે.તો બીજી તરફ ગઈકાલે અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ઘટના ગત મોડીરાત્રે એલિઝબ્રિજ પર બની હતી. જેમાં એક અજાણ્યા કારચાલકે એક બાઈકસવાર યુવકને ટક્કર મારી હતી. આ ઘટનામાં જમાલપુરના ટોકરસાની પોળમાં રહેતા સાહિલ અજમેરી નામના યુવકનું મોત થયું છે. અકસ્માતની ઘટનાને અંજામ આપ્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

Download Our B K News Today App



Related News