ડીસા કાંટ રોડ પર આજે ટેન્કર ચાલકે સાયકલ સવાર વિદ્યાર્થીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-21 12:36:43
  • Views : 4159
  • Modified Date : 2022-09-21 12:36:43


ડીસા કાંટ રોડ પર આજે ટેન્કર ચાલકે સાયકલ સવાર વિદ્યાર્થીને અડફેટે લેતા  અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં ટેન્કર નું ટાયર વિદ્યાર્થી પર ફરી વળતા ઘટના સ્થળે કરુણ મોત નિપજયું હતું.ઘટના ને પગલે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. ડીસા શહેર ઉત્તર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

 

ડીસા કાંટ રોડ પર એરપોર્ટ પાસે ટેન્કર ચાલકે અડફેટે લેતા સાયકલ સવાર વિદ્યાર્થીનું મોત થયુ હોવાની ઘટના સામે આવી છે. કલાપી નગર સોસાયટીમાં રહેતા મોતીજી પ્રજાપતિ નો એકનો એક પુત્ર મનસુખ પ્રજાપતિ અને તેની બહેન સાયકલ લઇને શાળાએ જઇ રહ્યો હતો.ભાઈ અને બહેન એરપોર્ટ  સાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા તે  સમયે સામેથી પૂછપાટ ઝડપે આવી રહેલા ટેન્કર ચાલકે સાયકલ સવાર વિદ્યાર્થી ભાઈ બહેન ને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત એટલો ભયંકર હતો કે ટેન્કર ના ટાયર ની નીચે ભાઈ આવી જતા 20 ફૂટ ઢસડાયો હતો. અને ટાયર નીચે આવી જતા વિદ્યાર્થીની ખોપડી ફાટી જતા તેનું ઘટના કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે  બહેનનો આબાદ બચાવ થયો હતો. ભાઈનું કમકમાટી ભર્યું મોત જોઈ બહેન ત્યાં બેભાન થઈ હતી. ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને લોકોના ટોળેટોળા આવી ટેન્કર ને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.જો કે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લોકોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. આ અકસ્માતમાં મોતને ભેટનાર બાળક બે બહેનો વચ્ચે માત્ર એક ભાઈ હતો અને આ ઘટનાને પગલે સમગ્ર પરિવાર કલ્પાંત કરતો નજરે પડ્યો હતો. . .

Download Our B K News Today App



Related News