કાંકરેજના થરા ગામ પાસે આજે અકસ્માત સર્જાયો હતો જેમાં સાયકલ પર સવાર વિદ્યાર્થીનીને ટ્રેક્ટર ચાલાકે ટક્કર મારતા મોત નીપજ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-24 13:15:06
  • Views : 269
  • Modified Date : 2022-07-24 13:15:06


બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના થરા ગામ પાસે આજે અકસ્માત સર્જાયો હતો જેમાં સાયકલ પર સવાર વિદ્યાર્થીનીને ટ્રેક્ટર ચાલાકે ટક્કર મારતા મોત નીપજ્યું હતું. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવવામાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને નેશનલ હાઈવે પર મોટા હેવી વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગના કારણે વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે વારંવાર સર્જાતા આવા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટ્યા છે તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે ત્યારે આજે આવો એક વધુ અકસ્માત આજે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા ગામ પાસે સર્જાયો હતો જેમાં થરા ખાતે આવેલ શાળામાં ધોરણ છ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પ્રાચી સાયકલ પર સવાર થઈને શાળાએથી ઘર તરફ આવી રહી હતી તે સમયે ટ્રેક્ટર ચાલકે ટક્કર મારી હતી જ્યાં રોડ પર પટકાતા પ્રાંચી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી તે દરમિયાન પ્રાચીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ અકસ્માતના પગલે થરા પોલીસ અકસ્માતે મોતનો ગુનો દાખલનોથી વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News