અમીરગઢ તાલુકાના જોરાપુરા પાટિયા પાસે હોટલ ફાઉન્ટેનની સામે alto કાર અને એક scorpio ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-02 10:58:45
  • Views : 239
  • Modified Date : 2022-08-02 10:58:45

અમીરગઢ તાલુકાના જોરાપુરા પાટિયા પાસે હોટલ ફાઉન્ટેનની સામે alto કાર અને એક scorpio ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી તેમ રોજબરોજ અનેક નાના મોટા અકસ્માતો સામે આવી રહ્યા છે..ક્યારેક મોટા હેવી વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગના કારણે તો ક્યારેક ઓવર સ્પીડ તો ક્યારેક ઓવરટેક કરવાના પ્રયાસમાં અકસ્માતો સર્જાતા હોય છે જેમાં અનેક માસુમ લોકો મોતને ભેટતા હોય છે ત્યારે આવો એક અકસ્માત પાલનપુરથી આબુરોડ જવાના નેશનલ હાઇવે પર સર્જાયો હતો જેમાં એક alto કાર તથા સ્કોર્પિયો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી..

અમીરગઢ તાલુકાના જોરાપુરા પાટિયા પાસે હોટલ ફાઉન્ટેનની સામે alto કાર અને એક scorpio ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બંને ગાડી એકબીજા સામે ધડાકા ભૈર અથડાતા ગાડી પલટી મારી ગઈ હતી જ્યારે એક ગાડી રોડ પરથી નીચે ઉતરી ઝાડીમાં ઘૂસી ગઈ હતી..જો કે સદ્નસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ હતી.. અકસ્માતની જાણ આજુબાજુના લોકોને થતાં લોકોએ દોડી આવી બચાવની કામગીરી હાથ ધરી હતી અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ અમીરગઢ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને વાહનોને હટાવવાની કામગીરી હાથ ધરી હતી અને ટ્રાફિક ખુલ્લો કરાયો હતો

Download Our B K News Today App



Related News