ડીસાના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે મારુતિ કાર અને સરકારી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં સદનસીબે જાનહાની ટળી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-23 12:50:18
  • Views : 302
  • Modified Date : 2022-08-23 12:50:18

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવવામાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે એક તરફ વરસાદે તારાજી સર્જી છે તો બીજી તરફ વારંવાર સર્જાતા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટ્યા છે તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ખાસ કરીને છેલ્લા એક મહિનામાં ડીસાના નેશનલ હાઈવે પર અનેક નાના મોટા અકસ્માતો સર્જાયા છે વારંવાર નેશનલ હાઇવે પર સર્જાતા અકસ્માતો ને લઈ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે ત્યારે આવો જ એક અકસ્માત આજે ડીસા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે સર્જાયો હતો જેમાં જેરડા તરફથી પેસેન્જર ભરીને સરકારી બસ ડીસા તરફ આવી રહી હતી તે સમયે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ મારુતિ કાર એ બસને પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અકસ્માતના પગલે કોઈ જ જાન-હાનિ થઈ ન હતી જે બાદ ટ્રાફિક જામ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને વાહનોને સ્થળ પરથી ખસેડી ટ્રાફિક છૂટો કરાવવામાં આવ્યો હતો

Download Our B K News Today App



Related News