બનાસકાંઠામાં પાલનપુર આરટીઓ સર્કલ પાસે આજે વહેલી સવારે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કાર નો કચ્ચરઘાણ નીકળી જતા ચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-30 12:30:27
  • Views : 742
  • Modified Date : 2021-11-30 12:30:27

 

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે ખાસ કરીને હાઈવે વિસ્તાર ઉપર મોટા હેવી વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગ ના કારણે અત્યાર સુધી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાય છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનામાં અનેક નાના-મોટા અકસ્માતો હાઇવે પર થયા છે જેમાં અત્યાર સુધી અનેક માસુમ લોકો મોતને ભેટયા છે ત્યારે આજે પાલનપુર અંબાજી હાઈવે પર આવેલ આરટીઓ કચેરી આગળ આજે વહેલી સવારે કાર અને ટેન્કર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. ધડાકાભેર સર્જાયેલ અકસ્માત માં કાર નો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતમાં કારચાલક હસમુખ ચૌધરી ને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજયું હતું બનાવ ને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા જ્યારે પાલનપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતક ની લાશને પીએમ અર્થે ખસેડી હતી જ્યારે અકસ્માત બાદ ફરાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News