ડીસા તાલુકાના થેરવાડા ગામે ટ્રકે કાર ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-29 11:51:56
  • Views : 274
  • Modified Date : 2022-06-29 11:51:56

ડીસા તાલુકાના થેરવાડા ગામે ટ્રકે કાર ચાલકને અડફેટે લેતા  અકસ્માત સર્જાયો

 

ડીસા તાલુકાના થેરવાડા ગામે રેતી ભરીને આવી રહેલ ટ્રક ચાલકે મારુતિકારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.જ્યાં કારમાં સવાર 2 લોકોને ઈજાઓ થતા સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને નેશનલ હાઈવે પર સર્જાતા વારંવાર અકસ્માતોના પગલે અત્યાર સુધી અનેક લોકોના મોત નિપજ્યા છે તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે ત્યારે વારંવાર સર્જાતા અકસ્માતનો ને લઈને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા પુરપાટ ઝડપે વાહન હંકારતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો અકસ્માતો અટકી શકે તેમ છે ત્યારે ડીસાના થેરવાડા તાલેપુરા રોડ પર રેતી ભરીને ચાલતા બેફામ ટ્રક ચાલકો ના કારણે વારે ઘડીએ અકસ્માત સર્જાતો હોય છે અને જેના કારણે અનેક માસુમ મોતને ભેટતા હોય છે તેમ જ અનેક લોકો ઘાયલ પણ થતા હોય છે આ બેફામ રેતી ભરીને ચાલતાં ટ્રક ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર રજૂઆતો કરાઈ છે પરંતુ કોઈ જ કાર્યવાહી ન થતા આજે રેતી ભરીને ચાલતા બેફામ ટ્રક ચાલકે કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કારમાં બેઠેલા બે લોકોને ગંભીર ઇજા થઇ હતી જે બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.જે બાદ ડીસા તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News