જુનાડીસા ગામ પાસે રોડની સાઈડમાં ઉભેલી ઇકો કારને પાછળથી આવેલા ડમ્પર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-01 12:00:50
  • Views : 300
  • Modified Date : 2022-09-01 12:00:50


ડીસા તાલુકાના જુનાડીસા ગામ પાસે રોડની સાઈડમાં ઉભેલી ઇકો કારને પાછળથી આવેલા ડમ્પર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં જાનહાની ટળી હતી પરંતુ ઇકો ગાડીના માલિકને મોટું નુકસાન થયું હતું. ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા જમા થઈ ગયા હતા

 

ડીસા પંથકમાં છેલ્લા ઘણા સમયથી અકસ્મતોની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે જેમાં  ડીસા પાટણ હાઇવે પર આવેલ જુનાડીસા ગામ પાસે રોડની સાઈડમાં એક ઇકો ગાડી ઉભી હતી તે સમયે પાછળથી આવી પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે ઇકો ગાડીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો બનાવને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા ગયા હતા ઇકો ગાડીમાં કોઈ જ વ્યક્તિ બેઠેલું ન હોવાથી જાનહાનિ ટળી હતી પરંતુ અકસ્માતના કારણે ઈકો માલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે . . .

Download Our B K News Today App



Related News