ડીસાના રાજમંદિર સર્કલ પાસે મારુતિ કારને ડમ્પર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-23 11:37:30
  • Views : 340
  • Modified Date : 2022-07-23 11:37:30


ડીસાના રાજમંદિર સર્કલ પાસે આગળ જઈ રહેલી મારુતિ કારને પાછળના ભાગેથી ડમ્પર ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં મારુતિ કાર ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી અને મોટું નુકસાન થવા પામ્યું હતું.


ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવવામાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને નેશનલ હાઈવે પર સર્જાતા વારંવાર અકસ્માતને લઈ અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો અનેક લોકો મોતને ભેટયા છે ત્યારે વારંવાર સજાતા નાના-મોટા અકસ્માતો ને લઈ વાહનચાલકોમાં ભય જોવા મળી રહ્યો છે ત્યારે ડીસા શહેરના રાજમંદિર સર્કલથી ભોયણ સુધી રોજે રોજ અનેક અકસ્માતો સામે આવી રહ્યા છે વારંવાર ડમ્પર ચાલકોની ગંભીર બેદરકારીના કારણે અનેક નાના મોટા અકસ્માતો સર્જાયા છે જેમાં ક્યાંક ને ક્યાંક લોકો ઇજાગ્રસ્ત થયા છે તો ક્યાંક ને ક્યાંક લોકો મોતને પીટ્યા છે ત્યારે આજે બધું એક અકસ્માત ડીસાના રાજમંદિર સર્કલ પાસે સર્જાયો હતો જેમાં રાજમંદિર પાસે આવેલ સિંગલ પટ્ટી રોડ પર મારુતિ કાર જઈ રહી હતી તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલ ડમ્પર ચાલકે આગળ જઈ રહેલી મારુતિ કારને ધડાકાભેર ટક્કર મારી હતી. જેથી ટક્કર લાગતા મારુતિ કાર નેશનલ હાઇવે પર બનાવેલ ડિવાઇડર પર ચડી ગઈ હતી અને મારુતિ કારના પાછળના ભાગે મોટો નુકસાન થયું હતું અકસ્માતને લઈ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા પરંતુ સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ હતી


Download Our B K News Today App



Related News