ડીસા તાલુકાના આસેડા ગામ પાસે મારુતિ કાર પલટી ખાતા અકસ્માત સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-31 11:22:18
  • Views : 358
  • Modified Date : 2022-07-31 11:22:18


ડીસા તાલુકાના આચડા ગામ પાસે આજે પાટણ તરફથી આવી રહેલી મારુતિ કાર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં મારુતિ કારમાં સવાર લોકોને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.


ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવવામાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને ડીસા તાલુકાના નેશનલ હાઇવે પર રોજેરોજ અનેક અકસ્માતો સર્જાઇ રહ્યા છે વારંવાર સર્જાતા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો અનેક લોકો મોતને ભેટ્યા છે ત્યારે વારંવાર સર્જાતા અકસ્માતો ને લઇ સ્થાનિક લોકોમાં પણ ભાઈ જોવા મળી રહ્યો છે ત્યારે આજે વધુ એક અકસ્માત ડીસા તાલુકાના આસેડા ગામ પાસે સર્જાયો હતો જેમાં પાટણ તરફથી એક મહિલા અને ત્રણ પુરુષો મારુતિ કારમાં સવાર થઈને ડીસા તરફ આવી રહ્યા હતા તે સમયે આસેડા વળાંક પાસે અચાનક મારુતિ કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા મારુતિ કાર પલટી ખાઈ જવા પામી હતી પલટી ખાતા ની સાથે જ મારુતિ કાર રોડની સાઈડમાં જાડીમાં જઈ અથડાઈ હતી આ અકસ્માતમાં મારુતિ કારમાં સવાર ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચે હતી અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને મારુતિ કારમાં સવાર ચાર લોકોને બહાર નીકાળી પ્રાઇવેટ વાહનમાં સારવાર અર્થે ડીસા ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા


Download Our B K News Today App



Related News