ડીસાની ગાંધી લિંકન ભણસાળી હોસ્પિટલ નજીક નવા બનાવેલા બમ્પ પર અચાનક બાઈક કૂદી જતા અકસ્માત સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-27 12:48:30
  • Views : 280
  • Modified Date : 2021-11-27 12:48:30

 

ડીસાની ગાંધી લિંકન ભણસાલી હોસ્પિટલ આગળ આજે નગરપાલિકા દ્વારા બનાવેલ જમ્પ પર બાઈક સવાર સ્લીપ ખાતા અકસ્માત સર્જાયો હતો ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા ડીસાના વિવિધ માર્ગોપર મોટા જપો બનાવવામાં આવ્યા છે. મોટા જંપ રાત્રિના સમયે વાહનચાલકોને દેખાતા હોવાના કારણે વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે જેમાં અત્યાર સુધી અનેક લોકો આવા અકસ્માતોમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે ત્યારે આજે ડીસાના રાહુલ કુમાર પ્રણજીભાઈ બારોટ સાંઈબાબા મંદિરથી દિપક હોટલ તરફ પોતાનું બાઇક લઇને જઇ રહ્યા હતા તે સમયે ગાંધી લિંકન ભણસાળી હોસ્પિટલ આગળ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ મોટા જંપ રાત્રિના સમયે ના દેખાતા બાઈક સ્લીપ ખાઇ જવા પામ્યું હતું બાઇક સ્લીપ ખાતા ની સાથે યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જેથી તેને આજુબાજુના લોકોએ તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ વાળની મારફતે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેના માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેને વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News