રાજકોટ – અમદાવાદ હાઈવે પર સર્જાયો અકસ્માત, ઘટનાસ્થળે 3 લોકોના મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-14 16:06:58
  • Views : 88
  • Modified Date : 2023-12-14 16:06:58

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે.ત્યારે અમદાવાદ – રાજકોટ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે. અકસ્માતની ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળે મોત થયા છે. તો ટ્રક અને બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો કે ગમખ્વાર અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.તો ગઈ કાલે પાટણમાં પણ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતા. જેમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયાની ઘટના સામે આવી હતી. તો પાટણના સાંતલપુર નજીક અકસ્માતમાં એક જ પરિવારના 4 વ્યક્તિના મોત થયા હોવાની ઘટના સામે આવી હતી. અકસ્માતમાં પતિ-પત્ની અને 2 બાળકોના મોત થયા હતા.પશુને બચાવવા જતાં કાર રોડની સાઈડમાં ખાડામાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. તો પાણીના ખાડામાં કાર ડૂબી જવાથી 4 વ્યક્તિઓના મોત થયુ હોવાનું સામે આવ્યુ હતું. તો ફાંગલીનો પરિવાર ચારણકા ખાતે લગ્નમાં જઈ રહ્યો તે સમય અકસ્માત નડ્યો હતો. બીજી તરફ આજે પાદરાના જંબુસર હાઈવે પર અકસ્માત સર્જાયો છે. તો અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. તો કારનું ટાયર ફાટતા બાઈકને અડફેટે લેતા આ ઘટના બની હતી. તેમજ બાઈક સવાર 2 લોકોના મોત થયા હતા. તો બીજી તરફ આ અગાઉ અરવલ્લીના ધનસુરા નજીક ડભોઈના પણસોલી ગામે અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો.અરવલ્લીમાં ધનસુરાના અંબાસર પાસે બેફામ ડમ્પર ચાલકે બાઈક સવારને અડફેટે લીધા હતા.જેમાં ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત થયાં હતા.તો બીજી તરફ વડોદરાના ગેંડા સર્કલ પર અકસ્માત બબાલ થઈ હોવાનું સામે આવ્યુ હતુ. તો રોંગ સાઈડ પર બાઈક ચાલક કાર સાથે અથડાયો હતો. તેમજ અકસ્માત થતાં બોલાચાલી બાદ છૂટાહાથની મારામારી કરી હતી. તો કારમાં સવાર મહિલાએ યુવકને માર માર્યો હતો. તો ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિકજામ સર્જાયો હતો. તો સ્થાનિક ટ્રાફિક પોલીસે મામલો થાળે પાડ્યો હતો.

Download Our B K News Today App



Related News