સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ-અમદાવાદ હાઇવે પર અકસ્માત સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-18 15:32:47
  • Views : 414
  • Modified Date : 2024-03-18 15:32:47

માલવણ-અમદાવાદ હાઇવે પર પૂરપાટ કાર ટ્રેલર પાછળ ઘૂસી. ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માતમાં 3 યુવકોના મોત થયા છે. ટ્રેલર પાછળ પૂરપાટ ઝડપે આવતી કારની ટક્કર થઇ હતી. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે.અમદાવાદ-માલવણ હાઇવે પર વહેલી સવારે એક ટ્રેલર જઇ રહ્યુ હતુ. આ જ હાઇવે પર એક કાર પણ પૂરપાટ જઇ રહી હતી. કારમાં 3 યુવાનો સવાર હતા.અચાનક જ પૂરપાટ આવતી કાર ટ્રેલરની પાછળ ઘુસી ગઇ હતી. આ ઘટનામાં કારમાં સવાર 3 યુવકોના ઘટનાસ્થળ પર જ મોત થયા હતા.આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. અકસ્માતના પગલે સ્થળ પર ટ્રાફિક જામ પણ થઇ ગયો હતો. પોલીસે ટ્રાફિકને ડાયવર્ટ કર્યો હતો. બીજી તરફ મૃતદેહોને કાર ચીરીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ત્રણેય મૃતક યુવકો ગેડિયા ગામના હોવાનું સામે આવ્યુ છે. અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે.

Download Our B K News Today App



Related News