વલસાડના ગુંદલાવ હાઇવે પર અકસ્માત સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-16 16:38:58
  • Views : 537
  • Modified Date : 2024-03-16 16:38:58

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે વલસાડમાં ફરી એક વાર અકસ્માતની ઘટના બની છે.  વલસાડના ગુંદલાવ હાઇવે પર અકસ્માત થયો છે. જ્યાં ગેસ સિલિન્ડર ભરેલા ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત થતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.અકસ્માત બાદ ડિવાઇડર ઓળંગી ટ્રક રસ્તાની બીજી તરફ પહોંચ્યો હતો. અકસ્માતમાં ટ્રકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તેમજ ગેસના બાટલા ભરેલા ટ્રકના અકસ્માતમાં મોટી દુર્ઘટના બનતા રહી ગઈ છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. જો કે ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને ટ્રાફિક હટાવ્યો હતો.

Download Our B K News Today App



Related News