સુરત નેશનલ હાઇવે પર સર્જાયો અકસ્માત, ઘટના સ્થળે બાળકનું કરુણ મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-01 15:36:31
  • Views : 118
  • Modified Date : 2023-06-01 15:36:31

સુરત નેશનલ હાઇવ પર પીપોદરા નજીક અકસ્માતની ગોઝારી ઘટનામાં માસૂમનું કરૂણ મોત થયું છે. અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવાર દંપતિ અને બાળક રોડ પર પટકાયા હતા.રાજ્યમાં સતત અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના સુરત નેશનલ હાઇવ પર પીપોદરા નજીક અકસ્માતની ગોઝારી ઘટનામાં માસૂમનું કરૂણ મોત થયું છે. અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવાર દંપતિ અને બાળક રોડ પર પટકાયા હતા. હાઇવે પર આવી રહેલા અન્ય વાહને બાળકને કચડી નાખતા તેનું મોત થયું છે.  ઘટનાની જાણ થતા તાત્કાલિક કોસંબા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ગત રાત્રે પરિવાર એક લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે આ કરૂણ ઘટના બની હતી.તો બીજી તરફ સાબરકાંઠાના ધનસુરા હિંમતનગર સ્ટેટ હાઈવે પર જોરદાર અકસ્માત સર્જાયો છે. કારમાં લગાવેલા CCTVમાં અકસ્માતની ઘટના કેદ થઈ હતી. કાર ચાલક અન્ય કારને ઓવરટેક કરતાં સામેથી આવતો બાઈક ચાલક કાર સાથે ટકરાયો હતો. બાઈક ચાલકને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. ઘટનાની જાણ થતા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News