લાખણી ડીસા હાઈવે પર અકસ્માત સર્જાયો : જીપડાલા ચાલકે પદયાત્રીકોને અડફેટે લેતા બે લોકોના કરૂણ મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-04 11:45:46
  • Views : 373
  • Modified Date : 2022-09-04 11:45:46

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને લોકોના ગફલતભર્યા ડ્રાઇવિંગના કારણે અત્યાર સુધી અનેક નાના મોટા અકસ્માતો સર્જાયા છે જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો કેટલાક લોકો મોતને ભેટ્યા છે ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાનની માનતાઓ પૂર્ણ કરવા જઈ રહેલા પદયાત્રી કોને અત્યાર સુધી પણ અનેક અકસ્માતો લડી રહ્યા છે જેમાં થોડા સમય પહેલા રણુજા જતા પદયાત્રીકોને અકસ્માત નડ્યો હતો જેમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા તો બીજી તરફ જગવિખ્યાત અંબાજી મંદિરે પગપાળા આવી રહેલા અરવલ્લીના લોકોને પણ અકસ્માત નડતા સાત લોકોના મોત થયા હતા આમ મોટા હેવી વાહનોના ગફલત કર્યા ડ્રાઇવિંગના કારણે આ વર્ષે અનેક પદયાત્રીકો મોતને ભેટી રહ્યા છે ત્યારે વારંવાર સર્જાતા અકસ્માતોમાં લોકોનો જીવ બચે તે માટે પોલીસ દ્વારા પદયાત્રી કો જ્યાં ચાલતા હોય ત્યાં વાહન ચાલકોની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો વારંવાર સર્જાતા અકસ્માતો અટકી શકે તેમ છે.

બનાસકાંઠા જિલ્લાના લાખણી ડીસા હાઈવે પર આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની વિગતો જોઈએ તો થરાદ તાલુકાના પડાદર અને જેટા ગામના આઠ યાત્રીકો અંબાજી ખાતે પગપાળા જવા રવાના થયા હતા. જ્યાં આ તમામ લોકો ભેમાજી ગોળીયા નજીક રસ્તા પર માં અંબાનું નામ લઈને પગપાળા જઈ રહ્યા હતા. તે સમયે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ જીપ ડાલાના ચાલકે પદયાત્રિકોને અડફેટે લીધા હતા અકસ્માત સર્જાતા જ પડાદર ગામના રાયસંગભાઈ પટેલ અને જેટા ગામના લગધીરજી ઠાકોર રોડ પર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જ્યાં સારવાર દરમિયાન આ બંને પદયાત્રી કોના મોત નિપજ્યા હતા. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક આ અંગે આગથળા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંને પદયાત્રીઓની લાશને લાખણી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા અને હાલ જીપ ડાલા ના ચાલક વિરોધ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News