સાબરકાંઠા જિલ્લાના ભાંખરા થી વજેપુર રોડ પર અકસ્માત સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-12 14:37:11
  • Views : 84
  • Modified Date : 2024-03-12 14:37:11

વિજયનગરના ભાંખરા વજેપુર રોડ પર બાઇક ઝાડ સાથે અથડાવાને લઈ ત્રણ યુવાનોના મોત નિપજવાની ઘટના સામે આવી છે. વીરપુર મતાલી ગામના બે યુવાનો પોતાના મિત્રને લેવા માટે ગયા હતા. અમદાવાદથી આવતા મિત્રને લઈ પરત ફરવા દરમિયાન રોડ સાઇડમાં બાઇક ઉતરી જતા ઝાડ સાથે ધડાકાભેર અથડાયુ હતુ.અકસ્માતમાં ત્રણેયના મોત નિપજ્યા હતા. ઘચના અંગે વિજયનગર પોલીસ મથકે જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના અંગે તપાસ શરુ કરી હતી. બાઇક પૂરઝડપે હોવા અને અકસ્માત સર્જાવાને લઈ આ અંગે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. સાથે જ અકસ્માતની ઘટના કેવી રીતે ઘટી એ સ્પષ્ટ જાણવા માટે પણ કાર્યવાહી શરુ કરી હતી.

Download Our B K News Today App



Related News