વડોદરાના અકોટા દાંડિયા બ્રિજ નજીક સર્જાયો અકસ્માત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-25 14:47:39
  • Views : 102
  • Modified Date : 2023-06-25 14:47:39

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. આવી જ એક અકસ્માતની ઘટના વડોદરામાં બની છે. વડોદરાના અકોટા દાંડિયા બ્રિજ નજીક રાત્રે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે વ્યક્તિનાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે. જો અકસ્માતની વાત કરીએ તો બાઇક ચાલકે વૃદ્ધાને ટક્કર મારતા આ ઘટના બની હતી.આ ઘટનામાં 65 વર્ષના વૃદ્ધા અને 22 વર્ષીય બાઈકચાલક બંનેનું મોત થયુ છે. અકસ્માત સર્જાતા રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.ઘટનાની જાણ થતા તાત્કાલીક ધોરણે રાવપુરા પોલીસે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે SSG હોસ્પિટલ ખસેડાયા છે. બંન્ને મૃતકના ઘરે શોકનો માહોલ છવાઈ ગયો છે.

Download Our B K News Today App



Related News