ડીસા તાલુકાના રાણપુર ગામે કૂતરું આડું આવતા અકસ્માત સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-27 12:54:42
  • Views : 383
  • Modified Date : 2021-11-27 12:54:42

 

ડીસા તાલુકાના રાણપુર ગામે બાઈક વચ્ચે કૂતરો આવી જતા અકસ્માત સર્જાયો હતો ડીસા થઇ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે વધતા જતા માર્ગ અકસ્માતોના બનાવ ને લઇ અત્યાર સુધી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો અનેક લોકો મોતને પણ ભેટે છે ખાસ કરીને રાત્રિના સમયે વારંવાર વાહનો વચ્ચે પશુ આવી જતા અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે ડીસા તાલુકાના રાણપુર ગામે પ્રકાશભાઈ ખેમાંભાઈ સોલંકી સેન્ટીંગ નું કામ પતાવીને પરત પોતાના ઘેર બાઈવાડા તરફ જઈ રહ્યા હતા તે સમયે રાણપુર ગામ પાસે રોડ પર અચાનક કૂતરું આવી જતા બાઈક સ્લીપ ખાઇ જવા પામ્યું હતું જેથી તેઓ રોડ પર પટકાતા તેઓને નાની મોટી ઇજાઓ થઈ હતી આ અકસ્માત સર્જાતા રસ્તા પર આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News