ડીસા તાલુકાના આસેડા ગામે અકસ્માત સર્જાયો : ઘટના સ્થળે એકનું મોત 3 ઇજાગ્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-13 12:05:48
  • Views : 271
  • Modified Date : 2022-08-13 12:05:48

 

ડીસા તાલુકામાં વધતા જતા અકસ્માત વચ્ચે તાલુકાના આસેડા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બે બાઈક સામસામે અથડાતા ઘટના સ્થળે બાઈક પર સવાર એક યુવાનનું મોત થયું હતું જ્યારે ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર હાથે દિવસ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

 

ડીસા તાલુકામાં છેલ્લા 2 દિવસથી અકસ્માતના બનવોમાં સતત વધારો થઈ રહ્યો છે.ખાસ કરીને ડીસા તાલુકામાં છેલ્લા 2 દિવસમાં બાઇક ચાલકોને અનેક અકસ્માત નડ્યા છે.જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો અનેક લોકો મોતને છે સતત વધતા જતા ડીસા તાલુકામાં અકસ્માતોના પગલે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આવો એક વધુ અકસ્માત ડીસા તાલુકાના આસેડા ગામ પાસે આવેલ પ્રેમ પાર્લર પાસે બનવા પામ્યો હતો જેમાં સમો ગામના સિંધુભા જાધવ અને તેમના મિત્ર દાંતીવાડા ડેમ જોઈ પરત ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે આસેડા ગામ પાસે આવેલ પ્રેમ પાર્લર આગળ પાટણ તરફથી આવી રહેલા અન્ય બાઇક સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે બાઈક પર સવાર ચારે લોકો રોડ પર પટકાયા હતા. રોડ પર પટકાની સાથે ચારે લોકો લોહી લુહાણ હાલતમાં થઈ ગયા હતા જ્યાં બાઇક પર સવાર સમો ગામના સિંધુભા જાધવના માથાના અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ તથા ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને અન્ય ત્રણ લોકોને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા સમો ગામના યુવાનના મોતથી પંથકમાં પણ અરે ટી મચી જવા પામી છે ડીસા તાલુકામાં વધતા જતા અકસ્માતોના પગલે હવે પૂરપાટ ઝડપે વાહન હંકારી રહેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો વારંવાર સર્જાતા અકસ્માતો અટકી શકે તેમ છે તેવી લોકમાંગ ઉઠવા પામી છે

Download Our B K News Today App



Related News