હિંમતનગર ચિલોડા નેશનલ હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-14 18:44:01
  • Views : 76
  • Modified Date : 2024-06-14 18:44:01

હિંમતનગર ચિલોડા નેશનલ હાઈવે પર સતત બીજા દિવસે પણ બે કાર વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ છે. હાઈવેના ઓવરબ્રિજ પર પડેલા ખાડાને લઈ બે વાહનોને અકસ્માત નડ્યો હતો. જ્યારે ત્રીજા એક વાહનને જેશીંગપુરા બ્રીજ પર શુક્રવારે અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે પર નવા નિર્માણ કરવામાં આવેલા ઓવરબ્રિજ પર પડેલા ખાડાઓને લઈ અકસ્માતોની વણઝાર સર્જાઈ છે.પ્રાંતિજના દલપુર ઓવર બ્રિજ પર પડેલા મોટા અને લાંબા ખાડામાં બે કારના ટાયર પટકાવાને લઈ કાર પરથી નિયંત્રણ ગુમાવી દેવાને લઈ અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવે છે. બંને કારમાં રહેલા મુસાફરો અને ચાલકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જોકે તેમના માથેથી મોટી ઘાત ટળતા રાહત સર્જાઈ હતી. જોકે અકસ્માતો નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીને લઈ સર્જાવાને લઈ વાહનચાલકોમાં રોષ ફેલાયો છે.

Download Our B K News Today App



Related News