ભોયણ ગામ નજીક જી.એસ.આર.ટી.સી.ની વોલ્વો બસ અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-14 10:51:44
  • Views : 3829
  • Modified Date : 2022-05-14 10:51:44

ભોયણ ગામ નજીક જી.એસ.આર.ટી.સી.ની વોલ્વો બસ અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

 

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોના બનાવમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે તે તરફ કાળઝાળ ગરમીમાં લગ્નની સિઝન ચાલી રહી છે અને રોજેરોજ મોટી સંખ્યામાં બનાસકાંઠા જિલ્લા સહિત રાજસ્થાનમાંથી લગ્નની ખરીદી કરવા માટે અસંખ્ય લોકો ડીસા ખાતે આવતા હોય છે ત્યારે હાલમાં લોકોની અવર જવર વધતા અકસ્માતોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે છેલ્લા એક અઠવાડિયામાં બનાસકાંઠા જિલ્લામાં અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે જેમાં અનેક લોકો મોતને ભેટયા છે ત્યારે જીલ્લામાં વધતી જતી અકસ્માતની ઘટના વચ્ચે આજે વધુ એક અકસ્માત ડીસા પાલનપુર હાઇવે પર આવેલા ભોયણ નજીક સર્જાયો હતો.. ભોયણ નજીક આ અકસ્માત જી.એસ.આર.ટી.સી.ની વોલ્વો બસ અને જીપ વચ્ચે સર્જાયો હતો.. જેમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.. પરંતુ ભોયણ ગામ નજીક હાઇવે પર બનાવવામાં આવેલા ડિવાઇડરને ક્રોસ કરીને જીપ રોંગ સાઈડમાં આવી રહી હતી. તે દરમ્યાન અહીથી પસાર થતી વોલ્વો બસની ટક્કર લાગવાથી આ અકસ્માત સર્જાયો હતો.. અકસ્માત સર્જાયો ત્યારે બસ ચાલકે સમય સૂચક્તા વાપરીને બસને ડિવાઇડર પર ચઢાવી દીધી હતી.. જેથી બસમાં સવાર ચાલીસ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.. જ્યારે જીપના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.. અકસ્માતનો ભોગ બનેલી વોલ્વો બસ ધાનેરાથી અમદાવાદ જતી હતી તે દરમ્યાન ડીસા પાલનપુર હાઇવે પર આ અકસ્માત સર્જાયો હતો.. અકસ્માતને પગલે ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળાં એકત્રિત થઈ ગયા હતા..

Download Our B K News Today App



Related News