થરાદ ડીસા હાઈવે પર સ્કોર્પિયો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-13 11:29:53
  • Views : 285
  • Modified Date : 2021-09-13 11:29:53

     બનાસકાંઠા જિલ્લામાં યમરાજા જાણે નીચે ઉતર્યા હોય તેમ રોજબરોજ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી અનેક નાના મોટા અકસ્માતો સર્જાયા છે. આવા અનેક અકસ્માતોમાં લોકોએ પોતાની મહામૂલી જિંદગી પણ ગુમાવી છે... ક્યારેક ઓવરટેક કરવાના ચક્કરમાં તો ક્યારેક મોટા હેવું વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગ ના કારણે અકસ્માત સર્જાતા હોય છે..અને આવા અકસ્માતોમાં માસુમો પોતાની મહામૂલી જિંદગી ગુમાવતાં હોય છે ત્યારે આવોજ એક અકસ્માત આજે થરાદ ડીસા હાઇવે પર સર્જાયો હતો થરાદ ડીસા હાઇવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં સ્કોર્પિયો કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતમાં બાઈક સવારને ગંભીર ઈજા થતાં  ઇજાગ્રસ્ત બાઇકચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ખસેડાયો.

 

Download Our B K News Today App



Related News