વાવ-સુઇગામ હાઇવે પર બાઈક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-20 11:04:49
  • Views : 253
  • Modified Date : 2022-03-20 11:04:49

વાવ-સુઇગામ હાઇવે પર બાઈક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

 

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ જ લેતો નથી જિલ્લામાં એક બાદ એક અનેક નાના-મોટા અકસ્માતો સામે આવી રહ્યા છે જેમાં અનેક માસુમ લોકોની જીંદગીઓ કમાઈ રહી છે ક્યારેક મોટા હેવી વાહનોના ગભરાટ ભર્યા ડ્રાઇવિંગ ના કારણે તો ક્યારેક ઓવરટેક તેમજ વધુ પડતી ગતિના કારણે આવા અકસ્માતો સર્જાતા હોય છે જેમાં લોકોને મોતનેભેટવાનો વારો આવતો હોય છે ત્યારે આવો જ એક અકસ્માત આજરોજ વાવ સુઇગામ હાઇવે પર સર્જાયો હતો..થરાદથી નડાબેટ ઝીરો પોઈન્ટ સુધી નવી બસ શરૂ કરાઇ છે ત્યારે આજરોજ થરાદના ધારાસભ્ય દ્વારા બસને લીલીઝંડી આપી શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારે થરાદના ધારાસભ્ય બસમાં મુસાફરી કરીને નડાબેટ જતા હતા તે દરમિયાન વાવ-સુઇગામ હાઇવે પર બાઈક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો..અકસ્માતમાં બાઇક પર સવાર બે વૃદ્ધ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી ત્યારે થરાદના ધારાસભ્યે બસ ઉભી રખાવી બંને ઇજાગ્રસ્તોને ધારાસભ્યે પોતાની પ્રાઇવેટ ગાડીમાં બેસાડી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા.

Download Our B K News Today App



Related News