ઇકબાલગઢ દર્શન હોટલ નજીક નેશનલ હાઇવે પર ટેન્કર અને મેક્સ ગાડી વચ્ચે અકસ્માત થતાં હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-08 10:55:37
  • Views : 306
  • Modified Date : 2021-05-08 10:55:37

      બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-આબુ હાઇવે પર ઇકબાલગઢ નજીક ટેન્કર અને મેક્સ ગાડી વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. ઇકબાલગઢ દર્શન હોટલ નજીક નેશનલ હાઇવે પર ટેન્કર અને મેક્સ ગાડી વચ્ચે અકસ્માત થતાં હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. અમિરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરવાના પ્રયાસો કર્યા છે. ઇકબાલગઢ નેશનલ હાઈવે નજીક મેક્સ ગાડી અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો મેક્સ ગાડી ચાલકનું અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડીનું ટાયર ટેન્કરમાં ફસાતા અકસ્માત સર્જાયો હતો. જેને લઈ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને વાહનોની લાંબી કતારો લાગી હતી. ઘટનાની જાણ પોલીસને થતા અમિરગઢ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરવાનું શરૂ કરાયું હતું. જેમાં પોલીસની ભારે જહેમત બાદ ટ્રાફિક પર નિયંત્રણ મેળ્વ્યો હતો. જોકે અકસ્માતમાં મોટી જાનહાની થતા ટળી હતી.

Download Our B K News Today App



Related News