સિદ્ધપુરના શ્રી શક્તિ મંડળ દ્વારા ૨૪ કલાકની અખંડ રામધુન યોજાઈ હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-25 12:31:34
  • Views : 280
  • Modified Date : 2021-07-25 12:31:34

     ધાર્મિક નગરી તેમજ દેવોના મોસાળ તરીકે જાણીતા સિદ્ધપુર શહેરમાં નાના મોટા વિવિધ ધાર્મિક મંડળો તેમજ સંધઠનો ચાલી રહ્યા છે. શહેરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ ભજન મંડળ થકી ભક્તિ ભાવ ઉત્તપન્ન કરવામાં સતત અગ્રેસર રહેતા શહેરના શ્રી શક્તિ મંડળ દ્વારા વૈશ્વિક કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેર ન આવે તેમજ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાનું આગમન થાય તે માટે શહેરના મંડી બજાર ચોકમાં આવેલા શ્રી રાધા કૃષ્ણના મંદિર પરિસર ખાતે ૨૪ કલાકની અખંડ રામધુન યોજાઈ હતી. શુક્રવારે રાત્રીના આઠ વાગ્યાના સુમારે આરતી તેમજ દીપ પ્રાગટય કરી અખંડ રામધુનની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ શનિવારના રાત્રીના આઠ વાગ્યાના સમયે થાળ આરતી કરી અખંડ રામધુનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News