વજન ઘટાડવાનો રામબાણ ઈલાજ! આજે જ ડાયેટમાં સામેલ કરો આ ચીજ, શરીરની કેલરી પણ થઈ જશે ગાયબ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-04 12:44:53
  • Views : 257
  • Modified Date : 2022-06-04 12:44:53

 

તરબુચ ખાવાથી શરીરમાં પાણીની કમી થાય છે દૂર

આરોગ્ય નિષ્ણાંત મુજબ તરબુચ ખાવાથી આ પરેશાનીનો ઉકેલ નિકળી શકે છે. દેશમાં તરબુચના શોખીનોની કોઈ કમી નથી. ગરમીની સિઝનમાં તરબુચ વધુ ખાવામાં આવે છે. જેના સેવનથી ઠંડક મળે છે અને શરીરમાં પાણીની કમી દૂર થાય છે, જેનાથી ડિહાઈડ્રેશનનુ જોખમ રહેતુ નથી. યુએસડીએ મુજબ 100 ગ્રામ તરબુચમાં અંદાજે 30 કેલેરી અને 0 ટકા સેચુરેટેડ ફેડ હોય છે. જેમાં ડાઇટરી ફાઈબર પણ સારી માત્રામાં હોય છે. જેનો અર્થ એ થયો કે તમે તેને કોઈ પણ મુશ્કેલી વગર ખાઈ શકો છો. 

 

તરબુચ ખાધા બાદ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી

તરબુચ ખાવાથી અનહેલ્ધી ફેટ્સ અને સ્ટાર્ચયુક્ત ચીજ વસ્તુઓ ફાઈબરમાં બદલાઈ જાય છે, જેના કારણે વજન ઘટવા લાગે છે. આ રસવાળા ફળમાં વોટર કન્ટેન્ટ વધારે અને કેલેરી ઓછી હોય છે. તરબુચ ખાવાથી શરીરમાં રહેલા ટૉક્સિન્સ ઘટવા લાગે છે. પેટની ચરબી ઘટાડવા માટે તરબુચનો ઉપયોગ કરી શકાય છે. કારણકે તેને ખાધા બાદ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. કારણકે પેટ ભરેલુ હોય છે. તેથી તરબુચને હેલ્ધી ફૂડમાં સામેલ કરવામાં આવ્યું છે. 

 

રાત્રે તરબુચનુ સેવન ના કરવુ જોઈએ

જો કે, આ વાત યાદ રાખવી જોઈએ કે મોટાભાગના હેલ્થ નિષ્ણાંતો સલાહ આપે છે કે તમારે રાત્રે તરબુચ ખાવાથી દૂર રહેવુ જોઈએ. કારણકે તેનુ એસિડિક નેચર હોય છે અને રાત્રે તરબુચ ખાવાથી શરીરમાં ડાઈજેશનમાં મોડુ થઇ શકે છે. 

 

 

Download Our B K News Today App



Related News