અમૂલે દૂધના ભાવમાં પ્રતિલીટરે કર્યો 2 રૂપિયાનો વધારો....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-20 17:35:31
  • Views : 616
  • Modified Date : 2019-05-20 17:35:31

અમૂલે દૂધના ભાવામાં લીટર દીઠ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારાની સીધી અસર સામાન્ય જનતાના બજેટ પર પડશે. જ્યારે ખેડૂતો અને પશુપાલકોનો અમૂલના આ નિર્ણયથી ફાયદો પણ થશે. દૂધના ભાવમાં લીટરે કરવામાં રૂપિયાના 2ના વધારાનો 80% ભાગ પશુપાલકોને વહેચવામાં આવશે. અમૂલના ચેરમેને જણાવ્યું હતું કે, આવનારા સમયમાં હજુ ભાવ વધવાની શક્યતાઓ છે. દાણ અને ઘાસચારો મોઘોં થતા કંપનીએ પશુપાલકોના હિત માટે દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી અમૂલ ડેરી દ્વારા ખેડૂતોને ફરી એક વાર ખરીદભાવમાં રૂપિયા 10નો કિલોફેટ દીઠ વધારો જોવા મળી રહ્યો છે.અમુલ ગોલ્ડ દૂધના લીટરના રૂપિયા 54,અમુલ શક્તિ દૂધના લીટરના રૂપિયા ૫૦ ,અમુલ તાજા દુધના લીટરના રૂપિયા 42 ,છાસનું પેકિંગ ૫૦૦ મિલીલીટરનું પેકિંગ ૪૫૦ મિલીલીટર થયું,છાસના પેકિંગમાં રૂ ૫૦ મિલીલીટર ઓછુ કરાયું ,મસ્તી દહીં એક કિલોના રૂપિયા 5નો વધારો થતા હવે 55 રૂપિયામાં વેચાણ.

Download Our B K News Today App



Related News