અમુલે દૂધના ભાવ ઘટાડીને પણ ‘વધારી’ દીધા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-01-25 15:43:11
  • Views : 47
  • Modified Date : 2025-01-25 15:43:11

જો તમો અમુલ દ્વારા દૂધના ભાવ ઘટાડાથી હરખાતા હો તો તમારે હવે દૂધ ખરીદવા વાસ્તવમાં વધુ પૈસા ખર્ચ કરવા પડશે. ગુજરાત કોપરેટીવ- મિલ્ક માર્કેટીંગ ફેડરેશન જે ગુજરાત સહિત દેશભરમાં ‘દૂધવાળા’ જેવું સ્ટેટસ ધરાવે છે.

તેણે ભવિષ્યમાં 500 ગ્રામના પાઉચ જે હાલ મળે છે તેને તબકકાવાર દુર કરવા તૈયારી કરી છે અને તેની ગઈકાલે ત્રણ બ્રાન્ડના દૂધના ભાવમાં જે રૂા.1 પ્રતિલીટર ઘટાડો કર્યો છે તે ફકત 1 લીટરના પેકીંગને જ લાગુ પડે છે. 500 મીલીલીટરના પેકીંગના ભાવ યથાવત રાખ્યા છે.

ખુદ અમુલના એમડી- જયંત મહેતા સ્વીકારે છે કે, અમોએ ફકત 1 લીટરના પાઉચના ભાવ ઘટાડયા છે અને અમારો ઈરાદો લોકો મોટા પેક ખરીદે તે છે. અમુલ ગોલ્ડ જે આ દૂધ પ્રોડકટની પ્રિમીયમ બ્રાન્ડ છે. તેના 1 લીટરના ભાવ હવે રૂા.65 થયા છે જે અગાઉ રૂા.66 હતા પણ 500 મીલીલીટરના ભાવ રૂા.33 જ રહેશે. આમ તાઝાના ભાવ રૂા.54માંથી 53 અને અમુલ ટી ના ભાવ રૂા.62માંથી 61 થશે.

આમ તમારે જો નાનું પેક જોઈતું હોય તો વધુ નાણા ખર્ચ કરવા પડશે. અમુલ તાજા જે ગરીબ વર્ગ માટે તેની 500 એમએલનું પાઉચ એ સૌથી મહત્વનું હતું. તે મોંઘુ જ રહેશે. રોજ સવારે એક વિશાળ વર્ગ આ પાઉચ ખરીદે છે તો અમુલ ગોલ્ડ જે સૌથી મોંઘુ છે. તેમાં નાનુ પાઉચ મોંઘુ બનશે.

અમુલ શા માટે નાના પાઉચ નાબુદ કરવા માંગે છે તેની કોઈ તર્કબદ્ધ દલીલ આ સંસ્થાએ કરી નથી પણ હવે તમારે આ પાઉચમાં 1 લીટર લેવું ફરજીયાત થઈ જાય અથવા વધુ પૈસા આપો તે નિશ્ચિત કર્યુ છે

Download Our B K News Today App



Related News