ડીસાની અમૃતસાગર રેસિડેન્સીમાં ચોરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-22 07:40:43
  • Views : 515
  • Modified Date : 2019-04-22 07:40:43

ડીસાની અમૃતસાગર રેસિડેન્સીમાં ચોરીઅંદાજીત છ લાખની મત્તા લઈ ચોરો પલાયન
બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ડીસાના ભોયણ પાસે આવેલ અમૃતસાગર રેસિડેન્સીમાં ગતમોડીરાત્રીના સમયમાં ચોરોએ એક મકાનને નિશાન બનાવી અંદાજીત ૬ લાખ ઉપરાંતની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જેની વધુ તપાસ ડીસા તાલુકા પોલીસે હાથ ધરી છે.ડીસા શહેરમાં છેલ્લાં એક અઠવાડિયાથી ચોરો જાણે પોલીસને ચેલેન્જ આપતા હોય તેમ એક પછી એક ચોરીઓની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે ગતરોજ ડીસા તાલુકાના ભોયણ ગામ પાસે આવેલ અમૃતસાગર રેસિીડેન્સીમાં રાત્રીના સમયે ચોરાએ એક મકાનને નિશાન બનાવી અંદાજિત લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. આ ચોરીની ઘટના જોઈએ તો ડીસા તાલુકાના ભોયણ ગામ પાસે આવેલ અમૃતસાગર રેસિડેન્સીમાં નારણભાઇ વણજારા પોતાના પરિવાર સાથે ગતરાત્રી પોતાના મકાનના ધાબા પર સુતા હતા. તે દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સો નારણભાઇના મકાનની બારી તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ નારણભાઇના ઘરની અંદર બનાવેલ કબાટમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ સવા લાખ એમ કુલ મળીનેઅંદાજીત ૬ લાખ ઉપરાંતની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા. બાદ સવારે નારણભાઇ જ્યારે ઉઠીને પોતાના ધાબા પરથી નીચે ઘરમાં જતા હતા ત્યારે તેમને જાણ થઇ હતી કે તેમના મકાનમાં ચોરી થઈ છે. જે બાદ નારણભાઇ દ્વારા આ સમગ્ર ચોરીની જાણ ડીસા તાલુકા પોલીસ મથકે કરતા ડીસા તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી સમગ્ર બનાવની તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ડીસા શહેરમાં છેલ્લાં કેટલાંય સમયથી ચોરો દ્વારા અનેક ચોરીની નાની-મોટી ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. પરંતુ આજદીન સુધી ડીસા પોલીસ એક પણ ચોરીનો ભેદ ઉકેલી શકી નથી ત્યારે સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કે ચોરો ચૂંટણીના માહોલ વચ્ચે જાણે પોલીસને ચેલેન્જ આપતા હોય તેમ કોઈ પણ ડર વગર ચોરીઓ કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું ડીસા તાલુકા પોલીસ આ ચોરીની ઘટનાના આરોપીઓને પકડવામાં સફળ રહેશે કે નઈ ?અંદાજીત ૬ લાખ ઉપરાંતની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા. બાદ સવારે નારણભાઇ જ્યારે ઉઠીને પોતાના ધાબા પરથી નીચે ઘરમાં જતા હતા ત્યારે તેમને જાણ થઇ હતી કે તેમના મકાનમાં ચોરી થઈ છે. જે બાદ નારણભાઇ દ્વારા આ સમગ્ર ચોરીની જાણ ડીસા તાલુકા પોલીસ મથકે કરતા ડીસા તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી સમગ્ર બનાવની તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ડીસા શહેરમાં છેલ્લાં કેટલાંય સમયથી ચોરો દ્વારા અનેક ચોરીની નાની-મોટી ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. પરંતુ આજદીન સુધી ડીસા પોલીસ એક પણ ચોરીનો ભેદ ઉકેલી શકી નથી ત્યારે સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કે ચોરો ચૂંટણીના માહોલ વચ્ચે જાણે પોલીસને ચેલેન્જ આપતા હોય તેમ કોઈ પણ ડર વગર ચોરીઓ કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું ડીસા તાલુકા પોલીસ આ ચોરીની ઘટનાના આરોપીઓને પકડવામાં સફળ રહેશે કે નઈ ?


Download Our B K News Today App



Related News