અમરેલી ભાજપના નેતાએ વિધવા મહિલાનું કામ કરી આપવા બદલ અડપલાં કરી બિભત્સ માગણી કરી, મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા ડી.કે. પટેલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-21 18:35:32
  • Views : 349
  • Modified Date : 2021-03-21 18:35:32

    અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપ આગેવાન દુલભજી કલ્યાણભાઈ જીયાણી(ડી.કે.પટેલ) પટેલ સામે એક મહિલાએ છેડતી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચ્યો છે.

    એક મહિલાના ઘરમાં ડી.કે.પટેલે ગેરકાયદે પ્રવેશ કરી મહિલા સાથે શારીરિક અડપલાં કર્યા હોવાની અને ફોન પર બિભત્સ માગણી કરી હોવાનો આરોપ છે. મહિલા તરફથી પોલીસ ફરિયાદ નોંધાવાતા પોલીસે ફરિયાદ નોંધી ડી.કે. પટેલની શોધખોળ હાથ ધરી છે.સાવરકુંડલા નગરપાલિકાના ભાજપના સદસ્ય ડી.કે. પટેલ અને મહિલા વચ્ચે વાતચીતની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. મહિલા પાસે બિભત્સ માગણી કરતી ઓડિયો ક્લિપને લઈ લોકોમાં નેતા સામે રોષની લાગણી ફેલાઈ છે.ડી.કે.પટેલ સામે મહિલાએ બિભત્સ માગણી અને છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાવતા ભાજપ તરફતી તાત્કાલીક એકશન લેવામા આવ્યા છે. ડી.કે. પટેલને તાત્કાલીક પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાનો આદેશ કરાયો છે.

    ડી.કે. પટેલ ભૂતકાળમાં એસીબીની ટ્રેપમાં પણ ફસાઈ ચૂક્યા છે. વર્ષ 2015માં જ્યારે તેઓ સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે તેમની સામે લાંચ માગવાની ફરિયાદ કરતા એસીબીએ ગુનો દાખલ કર્યો હતો.થોડા દિવસ પહેલા જ યોજાયેલી સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી પહેલા ડી.કે. પટેલ સામે તેના વિસ્તારમાં હિસ્ટ્રીશીટરના લાગેલા બેનર ચર્ચાનું કેંદ્ર બન્યા હતા.




Download Our B K News Today App



Related News