ડીસા ખાતે જી.એસ.આર.ટી.સીના કર્મચારી એવા અમરાતભાઈ ઠાકોરનો વિજય થતા તેમનું એસ.ટી કર્મચારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-12 10:56:41
  • Views : 313
  • Modified Date : 2022-05-12 10:56:41


ડીસા ખાતે એસ.ટી ક્રેડિટ સોસાયટી પાલનપુર દ્વારા યોજાયેલ જી.એસ.આર.ટી.સીના કર્મચારી એવા અમરાતભાઈ ઠાકોરનો વિજય થતા તેમનું એસ.ટી કર્મચારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ડીસા એસટી વિભાગ માં પાલનપુર એસટી ક્રેડીટ સોસાયટીની ચૂંટણી યોજાઈ હતી જેમાં અમરતજી ઠાકોર સામે ચૂંટણીમાં ઉમેદવાર ઊભા રહ્યા હતા પરંતુ એસટી વિભાગના કર્મચારીઓએ અમરતજી ઠાકોર ને મતદાન કરી તેમને વિજય બનાવ્યા હતા. પાલનપુર એસટી ક્રેડિટ સોસાયટી ની ચૂંટણીમાં અમરતજી ઠાકોર નો લાંબા સમય બાદ વિજય થતા ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના એસટી કર્મચારીઓએ તેમને વધાવી લીધા હતા અને ડીસા એસટી ડેપો ખાતે અમૃતજી ઠાકોર નો એસટી કર્મચારીઓ દ્વારા તેમનો વિજય થતા સ્વાગત પણ કરવામાં આવ્યું હતું જે બાદ ડીસા તાલુકામાં વસતા ઠાકોર સમાજના આગેવાનો દ્વારા પણ અમરતજી ઠાકોર નો વિજય થતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આમ લાંબા સમય બાદ પ્રથમવાર એસટી ક્રેડિટ સોસાયટી પાલનપુર ની ચૂંટણીમાં ઠાકોર સમાજના વ્યક્તિનો વિજય થતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વસતા ઠાકોર સમાજ માં ખુશી જોવા મળી હતી

 

Download Our B K News Today App



Related News