વર્ષોથી ગંદા પાણીથી ત્રાસીને મુક્તિ મેળવવા ડીસાના ગુલબાણીનગરના રહીશો આમરણાંત ઉપવાસના માર્ગે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-21 10:59:27
  • Views : 425
  • Modified Date : 2020-07-21 10:59:27

ડીસામાં રજૂઆત માટે પણ પ્રતિબંધ હોય તેવું જોવા મળી રહ્યું છે. સોમવારે ડીસા શહેરના ગુલબાણી નગરના રહીશો પાલિકામાં તેમના વિસ્તારની રજૂઆત કરવા માટે જઇ રહ્યા હતા. ત્યારે તેમને રજૂઆત કરવા જતાં રોકવા માટે
પોલીસ પહોંચી ગઈ હતી. જેથી આ વિસ્તારના રહીશો તેમના જ વિસ્તારમાં આમરણાંત ઉપવાસ પર ઉતરી ગયા હતા. અને રામધૂન શરૂ કરી દીધી હતી.
ડીસા શહેરના એવા અનેક વિસ્તારો છે કે જ્યાં લોકો ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સોમવારે પણ ડીસા શહેરના એવા અનેક વિસ્તારો છે જ્યાં થી ગંદકીના કારણે રહેવું તો દૂર પણ તે વિસ્તારમાં ચાલવું પણ મુશ્કેલ બની રહે છે. ત્યારે ડીસાના ગુલાબણી નગર વિસ્તારમાં ૨૦૦ થી
પણ વધુ પરિવાર વસવાટ કરે છે. અને આ વિસ્તારના લોકો દર વર્ષે પોતાની સોસાયટીના લોકોને કોઈપણ જાતની તકલીફો ન પડે તે માટે
પાણી વેરો, સફાઈ વેરો અને ઘર વેરો ભરે છે.
પરંતુ આ વિસ્તારના લોકોને આજદિન સુધી  ગંદાપાણીના નિકાલ માટે લડી રહેલા લોકોને ન્યાય નથી મળ્યો. ડીસા શહેરમાં આવેલો ગુલબાણી નગર વિસ્તાર ઘણા સમયથી ચર્ચામાં છે. ત્યારે આ વિસ્તારમાં રેલાઈ રહેલા ગટરના ગંદા પાણીથી કંટાળી ચૂકેલા રહીશો ડીસા નગરપાલિકા કચેરીમાં રજૂઆત કરવા માટે નીકળ્યા હતા. દરમ્યાન ડીસા શહેર ઉત્તર પોલીસે તેમના વિસ્તારમાં પહોંચીને આ વિસ્તારના લોકોને રજૂઆત કરવા જતાં રોક્યા હતા. જેથી પોલીસ અને સ્થાનિક રહીશો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જે બાદ લોકોએ પોલીસ અને નગરપાલિકાના વિરોધમાં રોડ પર બેસી રામધૂન બોલવાનું ચાલુ કર્યું હતું. એક તરફ કોરોના વાયરસની મહામારીનો લોકોને ડર સતાવી રહ્યો છે તો બીજી તરફ ડીસાના ગુલાબણી નગર વિસ્તારના લોકોને કોરોના વાયરસ કરતા વધારે આ ગંદાપાણીનો ડર સતાવી રહ્યો છે.ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ડીસા નગરપાલિકા આ વિસ્તારના લોકોને ગટરના
ગંદાપાણીથી ક્યારે મુક્તિ અપાવશે. આ અંગે ડીસા નગરપાલિકાના ચિફ ઓફિસરનો સંપર્ક કરતાં તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

પાલિકા આ પ્રશ્ન ઉકેલવામાં બેદરકાર રહી
આ વિસ્તારના રહીશો ડીસા નગરપાલિકાથી ખૂબ જ ત્રાસી ગયા હોય તેવું આજે સ્થાનિકોના રોષ પરથી જોવા મળતું હતું. અને આ વિસ્તારના લોકોએ ડીસા નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ સામે પણ ખૂબ જ સંગીન આક્ષેપો કર્યા હતા. અને છેલ્લા ઘણા સમયથી આ વિસ્તાર ના લોકોએ આ ગંદાપાણીના નિકાલ માટે રજુવાત કરી હોવા છતાં આજદિન સુધી ડીસા નગરપાલિકા દ્વારા ગંદાપાણીનો નિકાલ કરવામાં આવતો નથી.

ગંદા પાણીથી રોગચાળો ફાટવાની ભીતિ
 સરકાર કોરોના વાયરસની મહામારીમાં લોકો સુરક્ષિત રહે તે માટેના પ્રયત્નો કરી રહી છે તો બીજી તરફ ડીસા નગરપાલિકા ગુલાબણી નગરના લોકો બીમાર થાય તે માટે આ વિસ્તારમાંથી
ગંદાપાણીનો નિકાલ કરી આપતી નથી. ત્યારે આગામી સમયમાં નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ ગંદાપાણીનો નિકાલ નહીં કરે તો આ વિસ્તારમાં મોટી બીમારી થવાની શક્યતાઓ છે.

Download Our B K News Today App



Related News