અમિત શાહનું ગોધરામાં સંબોધન : 'કોંગ્રેસે 70 વર્ષ સુધી OBC માટે કશું ન કર્યું, પછાત વર્ગ આયોગને સંવૈધાનિક માન્યતા નરેન્દ્ર મોદીએ આપી છે'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-29 13:33:10
  • Views : 233
  • Modified Date : 2022-05-29 13:33:10

અમિત શાહનું ગોધરામાં સંબોધન : 'કોંગ્રેસે 70 વર્ષ સુધી OBC માટે કશું ન કર્યું, પછાત વર્ગ આયોગને સંવૈધાનિક માન્યતા નરેન્દ્ર મોદીએ આપી છે'

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગોધરામાં ધી પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ઓક્સિજન પ્લાન્ટ અને પંચમહાલ ડિસ્ટ્રિકટ કો.ઓ.બેન્કના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કર્યું હતું અને પંચામૃત બટર કોલ્ડ સ્ટોરેજ (તાડવા) અને પંચામૃત ડેરી પ્લાન્ટ (માલેગાંવ - મહારાષ્ટ્ર)નું ઇ-લોકાર્પણ તથા પંચામૃત ડેરી પ્લાન્ટ (ઉજ્જૈન - મધ્યપ્રદેશ)નો ઇ-શિલાન્યાસ કર્યો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું સંબોધન

પંચમહાલ જિલ્લા સાથે મારો જૂનો નાતો રહ્યો છે, 6 વર્ષ સુધી પ્રભારી તરીકે રહ્યો છું.

મેં આ જિલ્લામાં શ્વેત ક્રાંતિનું લક્ષ્ય રાખ્યું હતું અને ગાયો આપવાની શરૂઆત કરી હતી.

મને ખુશી છે કે, આજે પંચમહાલ ડિસ્ટ્રીક્ટ બેંક નફો કરતી થઇ ગઇ છે.

હું 19 વર્ષનો હતો, ત્યારથી સહકારી આંદોલન સાથે જોડાયેલો છું.

કોંગ્રેસે કોઇને મદદ ન કરી, પણ નરેન્દ્રભાઇ સહકારનું અલગ મંત્રાલય શરૂ કર્યું

તમારી બધી મંડળીઓને કોમ્પ્યુટરાઇઝ કરીને ભારત સરકાર સાથે જોડવાનો નાબાર્ડ કાર્યક્રમ લઇને આવી રહી છે

કો-ઓપરેટિવ આંદોલન થકી 60 હજાર રૂપિયાનું ટર્ન ઓવર થાય છે.

હું દેશના સહકાર મંત્રી તરીકે તમને કહેવા માંગુ છું કે, 5 વર્ષમાં સહકારી ક્ષેત્રમાં નરેન્દ્રભાઇની આગેવાનીમાં મોટી ક્રાંતિ આવવાની છે

સહકારનું બજેટ બે બજાર કરોડથી વધારીને 7 હજાર કરોડ કર્યું છે.

ખેડૂતો પાકૃતિક ખેતી તરફ વળે, ગાય માતા દૂધ પણ આપશે અને દેશી ગાય આપણી જમીનનું પણ રક્ષણ કરશે.

કોંગ્રેસે 70 વર્ષ શાસન કર્યું ઓબીસી માટે કોઇ કંઇ કરતુ નહોતું. પછાત વર્ગ આયોગને સંવૈધાનિક માન્યતા નરેન્દ્ર મોદીએ આપી છે.

127મું સંસોધન કરીને જાતિઓ નક્કી કરવાના અધિકાર આપ્યા, ઓબીસીને કેન્દ્રીય મેડિકલ ક્વોટામાં રિઝર્વેશન આપ્યું

મંત્રીમંડળમાં 27 મંત્રીઓ ઓબીસી જાતિઓના બનાવી પછાત વર્ગના આગળ વધારવાનું કામ નરેન્દ્રભાઇએ કર્યું છે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી, પરશોત્તમ રૂપાલા, ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કૃષિ,પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલ, જિલ્લા પ્રભારી અને ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, સહકાર, કુટિર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ (સ્વતંત્ર સ્વાલ) મંત્રી જગદીશ વિશ્વકર્મા, રાજ્યકક્ષાના મંત્રી કુબેર ડીંડોર, આદિજાતિ વિકાસ, આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ રાજયકક્ષાના મંત્રી નિમિષાબેન સુથાર,ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંક લી.ના ચેરમેન અજય પટેલ,ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ અને ઇફકો ના ચેરમેન દિલીપ સંઘાણી, પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ અને દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Download Our B K News Today App



Related News