ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સાયન્સ સિટીમાં ઓક્સિજન પાર્ક માટે 108 રોપા વાવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-28 14:09:18
  • Views : 521
  • Modified Date : 2019-08-28 14:09:18

ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સોલા સાયન્સ સિટી રોડ પર મ્યુનિ.પ્લોટમાં 108 રોપા લગાવી ‘મિશન મિલિયન ટ્રીઝ’ પ્રોજેક્ટનું સમાપન કરશે. જે પ્લોટમાં તેઓ 108 રોપા લગાવશે તે મેદાનમાં ઓક્સિજન પાર્ક ડેવલપ કરવામાં આવશે. આ પાર્કની સારસંભાળ સ્થાનિક નાગરિકો કરશે.શહેરને હરિયાળું બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ‘મિશન મિલિયન ટ્રીઝ’ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. 6 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી 31 ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન દસ લાખ વૃક્ષ લગાવવાનો લક્ષ્યાંક અધિકારીઓને આપવામાં આવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે આવતીકાલે ‘મિશન મિલિયન ટ્રીઝ’નું સમાપન કરવામાં આવશે. સોલા સાયન્સ સિટી વિસ્તારમાં વર્ટીસ ફ્લેટની બાજુમાં આવેલ મ્યુનિ.પ્લોટમાં અમિત શાહ 108 રોપા લગાવી પ્રોજેક્ટ સમાપન કરશે. આ પ્લોટને ઓક્સિજન પાર્ક તરીકે વિક્સાવવાશે. શહેરમાં 101 ઓક્સિજન પાર્ક છે. સોલાના જૂના તળાવને પણ ડેવલપ કરવામાં આવશે. સાયન્સ સિટી વિસ્તારની સોસાયટીઓના ચેરમેન સેક્રેટરીઓને પણ વૃક્ષારોપણ માટે આમંત્રણ આપવામાં આવ્યા છે.શહેરમાં પ્રદૂષણની માત્રા વધી રહી છે. તેથી પ્રદૂષણ માત્રામાં ઘટાડો થાય અને નાગરિકોને શુદ્ધ હવા મળી રહે તે માટે 101 પ્લોટમાં ‘ઓક્સિજન પાર્ક’ વિકસાવવામાં આવી રહ્યાં છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ ઓક્સિજન પાર્કમાં 62797 મોટા વૃક્ષ અને 5280 નાના ફૂલ-છોડ લગાવવામાં આવ્યા છે. ગાર્ડન વિભાગ જે સ્થળે પ્રદૂષણની માત્રા વધુ હોય તેવા સ્થળો પર ઓક્સિજન પાર્ક ડેવલપ કરવામાં આવ્યા છે. શહેરનાં વિવિધ ઈન્ડ.એસ્ટેટ તથા મનપાના એસટીપી પ્લાન્ટ અને વોટર ડી. સેન્ટરોની ખુલ્લી જગ્યામાં ઓક્સિજન પાર્ક ડેવલપ કરવામાં આવી રહ્યાં છે.મ્યુનિ.કોર્પોરેશનના ‘મિશન મીલીયન ટ્રીઝ’ પ્રોજેક્ટમાં ઓક્સિજન પાર્ક અને મીયાવાંકી સિસ્ટમ પર ભાર મૂકવામાં આવ્યો છે. પ્રોજેક્ટ અંતર્ગત 40 પ્લોટમાં મીયાવાંકી પદ્ધતિથી પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. જેમાં 1.29 લાખ મોટા વૃક્ષ અને 12850 ફૂલછોડ લગાવવામાં આવ્યા છે. મધ્યઝોનના 02 અને પૂર્વ ઝોનમાં 05 પ્લોટમાં મીયાવાંકી પદ્ધતિથી પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. ગોતા ઉકતી તળાવ પાસે 25 હજાર પ્લોટ વૃક્ષ મીયાવાંકી પદ્ધતિથી લગાવવામાં આવ્યા છે. ખોખરા-મહેમદાવાદ-ઘોડાસર અને રામોલની ટી.પી.સ્કીમમાં અંદાજે 7600 ચો.મી.જમીન પર મીયાંવાકી વૃક્ષારોપણ કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News