અમીરગઢ પોલીસે દારૂ ભરેલ એકટીવા ઝડપી એક ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-22 13:21:07
  • Views : 182
  • Modified Date : 2021-11-22 13:21:07

 

 

અમીરગઢ પોલીસે બાતમી હકીકતના આધારે પેટ્રોલિંગ દરમિયાન આવલ ઘૂમટી નજીક થી એક દારૂ ભરેલી એકટીવા ચાલકને ઝડપી પાડયો છે 50 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લઇ એક ઈસમની અટકાયત કરી એક્ટિવા ચાલક વિરુદ્ધ પોલીસ સ્ટેશનને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

 

અમીરગઢ પોલીસ સ્ટેશનનાઓને મળેલ ખાનગી રાહે બાતમી હકિકત આધારે પોલીસ સ્ટાફ સાથે અમીરગઢ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન હોન્ડા એકટીવા નંબર GJ08BK4361 ઉપર પ્લાસ્ટીકના કંતાનની થેલીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી રાજસ્થાન માવલ થઇ આવલ ઘુંમટી થઇ પાલનપુર તરફ જનાર છે જે હકિકત આધારે એકટીવાને રોકી ઝડતી તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 84 બોટલો અમરગઢ પોલીસે ઝડપી પાડી છે જેની કિંમત 26 હજાર 185 રૂપિયા સહીત એકટીવા એમ કુલ 51 હજાર 185 રૂપિયા ના મુદ્દામાલ સાથે વિષ્ણુભાઇ  ભીલ રહે.વીરબાઇ ગેટ ભીલ વાસ પાલનપુરવાળાને પકડી પાડી તેની વિરૂધ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Download Our B K News Today App



Related News