નદીના પટમાં ઉતારવા આદેશને લઈ અમીરગઢ પોલીસ વિશ્વેશ્વર માં ખડકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-13 13:55:14
  • Views : 674
  • Modified Date : 2022-08-13 13:55:14


બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ નજીક આવેલ વિશ્વેશ્વર મહાદેવના મંદિરે મોટી સંખ્યામાં લોકો ઉમટયાં નદીના પટમાં ઉતરે તે પહેલા પોલીસે તેમને અટકાવ્યા

 

નદીના પટમાં ઉતારવા આદેશને લઈ અમીરગઢ પોલીસ વિશ્વેશ્વર માં ખડકી

 

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસ નદી બે કાંઠે રહેતા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નજીક આવેલા બનાસ નદીના કિનારે આવેલા વિશ્વેશ્વર માં મોટી સંખ્યામાં લોક પહોંચ્યા હતા પરંતુ મામલતદાર દ્વારા લોકોને નદીના પટમાં ના ઉતારવા આદેશ કરતા અમીરગઢ પોલીસે તેમને નદીના પટથી બહાર રાખ્યા હતા

 

બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદી બે કાંઠે વહેતા દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે જેમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક વધી છે 11:00 સુધી 3315 ક્યુસેક પાણીની આવક ચાલુ છે જોકે ઇકબાલગઢ નજીક આવેલા વિશ્વેશ્વર મહાદેવના મંદિરે મોટા પ્રમાણમાં લોકો ઊમટતા હોય છે અને બનાસ નદીમાં સ્નાન કરતા હોઈ છે પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીના પાણીમાં વધારો થતાં અમીરગઢ મામલતદાર દ્વારા લોકોને પાણીમાંના ઉતારવા વિશ્વેશ્વર ખાતે પોલીસ ખડકી દેવામાં આવી છે જોકે રક્ષાબંધનનો તહેવાર હોવા ના કારણે મોટી સંખ્યામાં લોકો  વિશ્વેશ્વર પહોંચ્યા હતા પરંતુ અમીરગઢ મામલતદાર ની સૂચના ને ધ્યાને લઇ અમીરગઢ પોલીસે તેમને નદીના પટમાં ઊતરવા ન દીધા હતા જેથી વિશ્વેશ્વર મંદિરમાં મહાદેવના ભગવાનના દર્શન કરી લોકો પરત ફર્યા હતા

Download Our B K News Today App



Related News