અમીરગઢ પાલનપુર નેશનલ હાઇવે બન્યો જીવલેણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-19 17:02:47
  • Views : 357
  • Modified Date : 2022-09-19 17:02:47

 

અમીરગઢ થી પાલનપુર જતો નેશનલ હાઇવે નં 27 પર મોટા મોટા ખાડાઓ પડતાં વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે તંત્ર ક્યારે જાગશે એ લોકો કાગડોળે રાહ જોઈ ને બેઠા છે. ચોમાસામાં બનાસકાંઠા જિલ્લામાં સારા પ્રમાણમાં વરસાદ પડ્યો હોવાથી રોડ માં મોટા ભૂવાઓ પડી ગયેલ છે નાના ગામડાઓને જોડતા માર્ગો બિસ્માર હાલતમાં મુકાઇ ગયેલ છે પરંતુ નેશનલ હાઇવે પણ ખાડાઓ વાળો હાઇવે બની ગયેલ છે અમીરગઢ પાલનપુર નેશનલ હાઇવે તૂટી જતાં મોટા ખાડાઓ પડેલ છે માટે આવા રસ્તે ચાલવું વાહન ચાલકો માટે મુશ્કેલ બન્યું છે જેમાં બાઈક ચાલકો પોતાના જીવન જોખમે પસાર થઈ રહ્યા છે રાત્રીના સમયે બાઈક ચાલકો અચાનક ખાડાઓમાં આવી જાય તો મોટી જાનહાનિ થાય તેમ છે અને મોટા વાહનો પણ સામસામે આવે ત્યારે મોટી હોનારત નો ભય સતાવે છે અમીરગઢ થી પાલનપુરમાં રોડ આખો ખાડાઓનો રોડ બની ગયેલ હોવા છતાં તંત્ર કેમ ઊંઘમાં છે આ રોડ પરથી પસાર થતા વાહનો પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવે છે તો તેઓને રોડની સુવિધા કેમ આપવામાં આવતી નથી તે પ્રશ્ન ટોલ ટેક્સ ભરનાર વાહન ચાલકો કરી રહ્યા છે અને તંત્ર સામે રોષ જતાવી રહ્યા છે તો તંત્ર રોડનું સમારકામ કરશે કે પછી કોઈ મોટી હોનારત થવાની રાહ જોવાઇ રહી છે તે પ્રશ્ન ચર્ચાનો મસાલો વિષય બની ગયેલ છે.

Download Our B K News Today App



Related News