અમીરગઢ કોલેજ - N.S.S. દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-27 12:01:42
  • Views : 284
  • Modified Date : 2022-08-27 12:01:42

 

 સરકારી વિનયન કોલેજ અમીરગઢ ( N.S.S.) તથા પોલીસ સ્ટેશન અમીરગઢ ના સંયુક્ત ઉપક્રમે  તા-25/08/2022 ના રોજ કોલેજ ખાતે  બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં કોલેજના સ્ટાફ ગણ અને વિદ્યાર્થીઓ, તથા કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ અને અમીરગઢ તાલુકાનાં ગ્રામીણ વિસ્તારના લોકો, તેમજ અમીરગઢ પી.આઈ શ્રી- ઝાલા સાહેબ તથા પોલીસ વિભાગ ના સ્ટાફ તેમજ હોમગાર્ડ યુનિટ તથા જી.આર.ડી ના જવાનો  હાજર રહી  “ રક્ત દાન - મહા દાન “ રૂપી સેવા યજ્ઞ માં યોગદાન આપ્યું હતું. ભૂમિ વોલેન્ટરી બ્લડ બેન્ક પાલનપુર ના સૌજન્યથી કેમ્પ સંપન્ન થયો હતો. પ્રા. મુકેશ કુમાર ગઢવી તથા કોલેજના સ્ટાફ મિત્રોએ કેમ્પને સફળ બનાવ્યો હતો. આચાર્યશ્રી ડો. નયન સોનારા ના માર્ગદર્શન દ્વારા સમગ્ર કાર્યક્રમનુ આયોજન N.S.S. પ્રોગ્રામ ઓફિસર ડો. મંજુલા બેન પરમારે કર્યું હતું.

Download Our B K News Today App



Related News