બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાનું આરોગ્ય વિભાગ એલર્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-28 17:34:35
  • Views : 961
  • Modified Date : 2020-05-28 17:34:35

ત્યારે વાત કરીએ બનાસકાંઠાની.. તો બનાસકાંઠામાં અત્યાર સુધીમાં કોરોનાના 104 જેટલા પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જેને લઇ લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારની સુચના મુજબ કોરોનાના વધતા જતા કેસોને લઇ પગલા ભરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને કોરોનાની મહામારી વચ્ચે સોશીયલ ડીસ્ટન્સની બાબતને પણ ધ્યાનમાં રાખવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે અમીરગઢ તાલુકા વિકાસ અધિકારી બલવંતસિંહ રાજપુત મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સરકારની સુચના મુજબ વિડીયો કોલના માધ્યમથી તાલુકાની 32 ગ્રામ પંચાયતોના સરપંચોને જિલ્લામાં કોરોનાના વધતા જતા કેસો સંદર્ભે સામાજિક અંતર જાળવવા તેમજ બહારથી કોઇપણ વ્યકિત આવે તો તુરત જ તંત્રને જાણ કરવા અંગેની બાબતથી અવગત કરવામાં આવ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ચોથા લોકડાઉનમાં સરકારે અંશત છુટ આપી છે. જેથી લોકો એક સ્થળેથી બીજા સ્થળે આવનજાવન કરતા હોવાથી બહાર કોઇપણ આવે તો તેઓને કોરોન્ટાઇન કરવાની પણ સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત વડીલો, બાળકો અને બિમાર વ્યકિતઓને પણ કોરોનાના કેસોને લઇ બહાર ન નીકળવા પણ સુચના અપાઇ રહી છે. 

Download Our B K News Today App



Related News