અફીણના જથ્થા સાથે આરોપીને ઝડપતી એસ.ઓ.જી. બનાસકાંઠા તથા અમીરગઢ પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-15 11:47:16
  • Views : 1493
  • Modified Date : 2019-11-15 11:47:16

પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી, સરહદી રેન્જ, ભુજ, કચ્છ નાઓએ માદક
પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી કાયદેસર કાર્યવાહી કરવા આપેલ ખાસ સૂચના અનુસંધાને પોલીસ અધિક્ષક  તરૂણકુમાર દુગ્ગલે બનાસકાંઠા  એસ.ઓ.જી.ને જિલ્લામાં થતી નાર્કોટિક્સ
પદાર્થોની હેરા-ફેરી તથા વેચાણ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપતા એસ.ઓ.જી ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર   એસ.એ.ડાભી, એસ.ઓ.જી ટીમના એ.એસ.આઈ કાંતિલાલ,  હેડ.કોન્સ્ટેબલ ભુરાજી, ગીરીશભારથી, પો.કોન્સ. દિલીપસિંહ,  વિનોદભાઈ, ભોજુભા, સંજયસિંહ, દલજીભાઈ, અમીરગઢ ચેક
પોસ્ટ. ફરજ ઉપરના પો.કોન્સ, દશરથસિંહ, રસીકજી, કનુજી,  રામસીંગભાઈ, અમીરગઢ
પો.સ્ટે.ના હેડ.કોન્સ. હસમુખભાઈ,  પો.કો જયરાજસિંહ વિગેરે અમીરગઢ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા દરમ્યાન રાજસ્થાન રાજય તરફથી એક ઓટો રીક્ષા આવતા તેને રોકાવી ચેક કરતા તેમા બેઠેલા શકદાર કુશલસિંહ દુલ્હેસિંહ સિસોદીયા (રાજપૂત) રહે.અગોરીયા સરકારી સ્કૂલની પાછળ તા.વલ્લભનગર જી.ઉદયપુર (રાજસ્થાન) વાળાને ચેક કરતા તેના કમરના ભાગે કેડમાં સંતાડેલ માદક
પદાર્થ અફીણના રસનો જથ્થો ૨.૧૮૮ કિગ્રા કિં.રૂ.૧,૦૯,૪૦૦/- નો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં.રૂ.૧,૧૫,૦૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી  મજકૂર આરોપી વિરુધ્ધ અમીરગઢ
પો.સ્ટે ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.


Download Our B K News Today App



Related News