અમીરગઢ માં આરોગ્ય સેતુ એપ માં કોરોના પોઝીટીવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-02 17:10:40
  • Views : 2676
  • Modified Date : 2020-05-02 17:13:05

 અમીરગઢ માં ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા લોન્ચ કરાયેલ એપ માં એક કિમિ ના અંતરમાં કોરોના પોઝીટીવ કેસ બતાવતા અમીરગઢ વાસીઓ માં ભય નો માહોલ જોવા મળી રયો છે, તો બીજી બાજુ આરોગ્ય વિભાગ ને પૂછતા આરોગ્ય વિભાગ પણ આ વાત થી અજાણ છે ,જોકે આ બાબતે અમીરગઢ તાલુકા હેલ્થ ઓફીસર ડૉ. ડી બી મહેતા નો સમ્પર્ક કરતા તેમને જણાવ્યું હતું કે અમીરગઢ માં એક પણ કોવીડ ૧૯ નો  કેસ નથી તેવું જણાવ્યું હતું, તેમને આ બાબતે વધુમાં જણાવ્યું હતું કે અમારી ટિમ દ્વારા તપાસ કરાવીશું, હું અમારા ઉપરી અધિકારી ને આ અંગે જાણ કરીશું તેમને વધુ માં જણાવ્યું હતું કે અમીરગઢ બોડર પરથી અમદાવાદ સુરત અને વડોદરા જેવા વિસ્તાર માંથી લોકો રાજેસ્થાન માં જઈ રયા છે જેને લઈને આરોગ્ય સેવા સેતુ એપ માં કોરોના નો પોજેટિવ કેસ બતાવતો હશે..? તો હવે જોવા નું એ રયુ કે આરોગ્ય સેવા સેતુ સાચી કે અમીરગઢ આરોગ્ય વિભાગ એતો હવે સમય જ બતાવશે ...  છેલ્લા બે દિવસ થી કેન્દ્ર સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા લોન્ચ કરાયેલ આરોગ્ય સેવા સેતુ સાચી છે કે પછી અમીરગઢ નું આરોગ્ય વિભાગ એતો હવે સમય જતાં જ ખબર પડશે.....

Download Our B K News Today App



Related News